Mumbai

આયુર્વેદિક કંપનીઓને એફડીએ દ્વારા કડવો ઘૂંટઃ ૧૦નાં લાઈસન્સ રદ

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: FDA દ્વારા હોટલો-ડેરીઓ બાદ હવે આયુર્વેદિક કંપનીઓ પર તવાઈ બોલાવાઈ છે. રાજ્યભરમાં 434 એકમોની તપાસમાં ગંદકી, અયોગ્ય સ્ટાફ, ક્વોલિટી કંટ્રોલના અભાવ જેવા કારણોસર 135 ઉત્પાદકોને નોટિસ ફટકારાઈ છે. ગંભીર ગેરરીતિ બદલ 10 એકમોના લાયસન્સ રદ કરાયા છે. FDA કમિશનર તુકારામ મુંઢેએ ગુણવત્તા સાથે ચેડાં કરનારા સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આયુર્વેદિક   કંપનીઓને એફડીએ દ્વારા કડવો ઘૂંટઃ ૧૦નાં લાઈસન્સ રદ

હોટલો, રેસ્ટોરાં, ડેરીઓ પછી હવે આયુર્વેદિક કંપનીઓ પર તવાઈ

ગંદકી, લાયકાતવિનાના  સ્ટાફ, ક્વોલિટી કન્ટ્રોલનો અભાવ જેવાં કારકણોસર ૧૩૫ ઉત્પાદકોને નોટિસ ફટકારાઈ

મુંબઈ - રાજ્યમાં હોટલો, રેસ્ટોરાં અને ડેરીઓ પર આકરી કાર્યવાહી બાદ એફડીએ દ્વારા હવે આયુર્વેદિક કંપનીઓ પર તવાઈ બોલાવાઈ રહી છે.  રાજ્યભરમાં ૪૩૪ લાઇસન્સધારક આયુર્વેદિક દવા મેન્યુફેક્ચર એકમોની તપાસ કરવામાં આવી હતી. તેમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા ૧૩૫ મેન્યુફેક્ચરોનેકારણદર્શક નોટિસ (શા કોઝ નોટિસ)ફટકારવામાં આવી છે. જ્યારે ગંભીર ગેરરીતિ બદલ ૧૦ એકમોના લાઇસન્સ રદ કરી દેવાયા છે.

એફડીએની તપાસમાં અનેક ચોંકાવનારી ખામીઓ  પ્રકાશમાં આવી હતી. કેટલાક એકમોમાં અસ્વચ્છ વાતાવરણ, લાયકાત ધરાવતા ટેકનિકલ સ્ટાફનો અભાવ અને ક્વોલિટી કંટ્રોલની નબળી વ્યવસ્થા જોવા મળી હતી. કાચા માલ અને તૈયાર દવાઓના યોગ્ય પરીક્ષણની સુવિધા પણ કેટલાક એકમોમાં નહોતી.

કેટલાક ઉત્પાદકો પાસે બેચ રેકોર્ડ, કાચા માલના રેકોર્ડ, માસ્ટર ફોર્મ્યુલા અને કંટ્રોલ સેમ્પલ ઉપલબ્ધ નહોતા. દવાઓના લેબલ પર ખોટી ઉત્પાદન તારીખ દર્શાવવાની ગેરરીતિ પણ સામે આવી હતી. જરૃરી મશીનરી, મંજૂર સાઇટ પ્લાન તથા ક્રોસ-કન્ટામિનેશન રોકવાની યોગ્ય વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળ્યો હતો.

લાઇસન્સ રદ  થયું છે તે કંપનીઓમાં  બારામતીની કૃષ્ણ હર્બલ,  ગોંદિયાની  લાલશાહ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, ગોંદિયાની આદિત્ય ફાર્મા, ગોંદિયાની અંગારસ આયુર્વેદ  પુણેની  કાલિદાસ ગાંધી, નાશિકની  શિવાનાથ આયુર્વેદિક પ્રોડક્ટ્સ,  પુણેની  ઇન્દુકે આયુર્વ ફાર્મા,  અમરાવતીની હકીમ આયુર્વેદિક બ્યુટી કેર,  ગોંદિયાની  હિલેરિયસ આયુર્વેદ, ગોંદિયા અને નાશિકની  યશોદા લેબ,નો સમાવેશ થાય છે.

એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આયુર્વેદિક દવાઓ લોકોના આરોગ્ય સાથે સીધી રીતે જોડાયેલી છે. તેથી ઉત્પાદકોએડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ અધિનિયમ, ૧૯૪૦, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ નિયમો, ૧૯૪૫ તેમજ શેડયૂલ-ટી હેઠળના ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ ના ધોરણોનું ઉત્પાદકોએ ચુસ્તપણે પાલન કરવું પડશે. દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરનાર ઉત્પાદકો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.