ગેસ બિલની એપ મોકલી મોબાઈલની એક્સેસ મેળવી 9 લાખની ઉચાપત

કલ્યાણના
સિનિયર સિટિઝન સાથે ફ્રોડ
ફોનનું
સેટિંગ બદલવાનું કહી રિમોટ એક્સેસ મળવી ઃ ૩ અલગ અલગ ટ્રાન્ઝેક્શન કર્યાં
મુંબઈ -
કલ્યાણના એક
નિવૃત્ત નાગરિક સાથે બે ઠગોએ મહાનગર ગેસ બિલ
ચૂકવ્યું નથી એવું કહીને ઓનલાઈન રૃ.નવ લાખની છેતરપિંડી કરી છે. છેલ્લા
ત્રણથી ચાર મહિનામાં કલ્યાણ અને ડોમ્બિવલીમાં
ગેસ બિલ ચૂકવવાનું કહીને ઘણા નાગરિકોને ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી છે.
કલ્યાણ પશ્ચિમમાં ખડકપાડામાં રહેતા પવનકુમારે ે ગયા મહિનાનું
મહાનગર ગેસ બિલ ૧,૦૫૪ રૃપિયા ઓનલાઈન ચૂકવ્યું હતું. આમ છતાં બે આરોપી શ્રીકાંત અને શિવાનંદે
ફરિયાદીનો તેમના મોબાઈલ ફોન પર સંપર્ક કરી બિલ ચૂકવ્યું નથી એવું કહીને ગેરમાર્ગે
દોર્યા હતા.
આ બંને ઠગે
ફરિયાદીને મેસેજમાં એક લિંક મોકલી
હતી.એનાથી તેમના ફોનમાં ગેસ બિલ નામની
એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ હતી.આ એપ્લિકેશન ખોલતાની સાથે જ આરોપીઓએ પવનકુમારને
એપ્લિકેશન દ્વારા તાત્કાલિક તેના મોબાઇલ ફોન પર રૃ.૧૨ મોકલવા કહ્યું હતું. આ રકમ મળી ન હોવાનું
કહીને આરોપીએ ફરિયાદીને મોબાઇલ ફોનમાં
સેટિંગ્સ બદલવા કહ્યું હતું.
સેટિંગ્સ બદલાતાની સાથે જ છેતરપિંડી કરનારાઓએ
પીડિતના ડિવાઇસનો રિમોટ એક્સેસ મેળવી લીધો હતો.
ત્યારે શંકા જતા ફરિયાદીએ તરત જ આરોપીનો
મોબાઇલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો.પરંતુ થોડા સમય પછી ત્રણ અલગ-અલગ
વ્યવહારોમાં તેના બેંક ખાતામાંથી રૃ. ૯.૦૮ લાખ રૃપિયા ડેબિટ થઈ ગયા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.









