Mumbai

લગ્ન બાદ પણ પુત્રીને પિતાની જગ્યાએ દયાના ધોરણે નોકરી મળી શકેઃ હાઈકોર્ટ

By GS Team
16 Jul 20261 min read
TukuTouch Logo
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે, વિવાહિત પુત્રી પણ પરિવારનો અભિન્ન અંગ છે અને તેને અનુકંપાના ધોરણે નોકરી મેળવવાનો અધિકાર છે. ચંદ્રપુરના વેસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડના કર્મચારીના મૃત્યુ બાદ પુત્રી તનુજા ઝાડેની અરજી ફગાવતા, કોર્ટે વેકોલીનો નિર્ણય રદ કર્યો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પુત્ર અને પુત્રી વચ્ચે લગ્નના આધારે ભેદભાવ બંધારણનું ઉલ્લંઘન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લગ્ન બાદ પણ પુત્રીને પિતાની જગ્યાએ દયાના ધોરણે નોકરી મળી શકેઃ હાઈકોર્ટ

વિવાહીત પુત્રી તેના પરિવારનો અવિભાજ્ય હિસ્સો

ફક્ત લગ્ન થઈ ગયાં હોવાના મુદ્દે પુત્ર અને પુત્રી વચ્ચે ભેદભાવ કરી શકાય નહિ, આવો લિંગભેદ બંધારણનાં ઉલ્લંઘન સમાન

 મુંબઈ - કર્મચારીની  વિવાહિત પુત્રીને અનુકંપાના ધોરણે નોકરી મેળવવાનો અધિકાર હોવાનો ચુકાદો બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે આપ્યો છે. વિવાહીત પુત્રી તેના પરિવારનો અવિભાજ્ય હિસ્સો હોય છે. આથી માત્ર લગ્ન થયા હોવાની ટેક્નિકલ બાબતને લઈ તેને અનુકંપાના ધોરણે નોકરી નકારવી એ સરાસર લિંગભેદ છે, એવી સ્પષ્ટતા ચુકાદામાં કરી છે.

ચંદ્રપુર જિલ્લાના તાડાલી ખાતે વેસ્ટર્ન કોલફિલ્ડ લિ. (વેકોલી)ના કર્મચારીના મૃત્યુ બાદ તેની પરિણીત પુત્રી તનુજા ઝાડેએ રાહેરહેમ નોકી માટે અરજી કરી હતી. વેતન કરારના નિયમ દર્શાવીને તેની અરજી વેકોલીએ  ફગાવી દેવાઈ હતી. વિવાહીત પુત્રીને અનુકંપા નોકરી આપી શકાય નહીં એમ જણાવાયું હતું. આથી તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે અરજી મંજૂર કરીને તેને નોકરીનો અધિકાર હોવાનું જણાવ્યું હતું વેકોલીના વિવાદાસ્પદ આદેશને રદ કરીને ગુણવત્તાના ધોરણે બે મહિનામાં નિર્ણય લેવા આદેશ આપ્યો હતો.

લગ્નપછી પણ પુત્રી તેના પિતાના પરિવાર સાથે  ભાવનાત્મક અને આર્થિક દ્રષ્ટીએ જોડાયેલી હોઈ શકે છે. આથી વિવાહીક સ્થિતિને આધારે ભેદભાવ કરવો કાયદા અનુરુપ નથી.

પુત્ર વિવાહિત હોય તો તેને નોકરી મળી શકે તો પુત્રીને વિવાહિત હોવાથી કેમ નકારી શકાય? આવો ભેદભાવ  બંધારણનો ભંગ કરનારો છો, એમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું.