ઇમરાન હાશ્મીને સ્વાઇન ફલુ થતાં ડોક્ટરેનીઆરામ કરવાની સલાહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાંચીથી આવ્યા બાદ ટેસ્ટમાં સ્વાઇન ફલુનું નિદાન
ઇમરાન હાશ્મીની ફિલ્મ આવારાપન ટુએ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડની કમાણી
મુંબઈ - આવારપન ટુએ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડ રૃપિયાની જંગી કમાણી કરી હોવાના અહેવાલ વચ્ચે તેના હીરો ઇમરાન હાશ્મીને સ્વાઇન ફલુ થયો હોવાનું નિદાન થયું છે. ડોકટરોએ તેને આરામ કરવાની અને સાવચેતી રાખવાની સલાહ આપી છે.
ઇમરાન હાશ્મી તાજેતરમાં રાંચી ગયો હતો. રાંચીથી પાછાં ફર્યા બાદ તેની તબિયત નરમગરમ રહેતાં તેણે ટેસ્ટ કરાવ્યા હતા. ગઇકાલે આવેલાં રિપોર્ટમાં તેને સ્વાઇન ફલુ થયો હોવાનું નિદાન થયું હતું.
તાજેતરમાં મુંબઇમાં એક થિયેટરમાં તેંમની ફિલ્મના ઇન્ટરવલ દરમ્યાન થિયેટરમાં જઇ ઇમરાન હાશ્મી અને દિશા પટણીએ દર્શકોને મળ્યા હતા. તેમણે આવારાપન થ્રી ટૂંક સમયમાં આવે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. નિતિન કક્કર નિર્દેશિત આ ફિલ્મમાં ઇમરાન હાશ્મીએ શિવમ પંડિતની ભૂમિકા ભજવી છે જે બાળકોને બચાવવાના મિશનમાં સહાય કરે છે.




