Mumbai

મની લોન્ડરિંગ કેસમાં રાજેન્દ્ર લોઢાની 59 કરોડની સંપત્તિ ઈડી દ્વારા જપ્ત

By GS TEAM
15 Nov 20252 mins read
મની લોન્ડરિંગ કેસમાં રાજેન્દ્ર લોઢાની 59 કરોડની સંપત્તિ ઈડી  દ્વારા જપ્ત

લોઢા અને તેમના સહયોગીઓને ત્યાં દરોડો રાજન્દર્ લોઢા પ ર મંત્રી મંગલપ્રભાત લોઢાનાં ગૂ્રપ સાથે બારોબાર ફલેટસ વેચી છેતરપિંડીનો આરોપ

લોઢા અને તેમના સહયોગીઓને ત્યાં દરોડો - રાજન્દર્ લોઢા પ ર મંત્રી મંગલપ્રભાત લોઢાનાં ગૂ્રપ સાથે બારોબાર ફલેટસ વેચી છેતરપિંડીનો આરોપ

મુંબઇ  -  એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ મની લોન્ડરિંગ કેસમાં રાજેન્દ્ર લોઢા અને તેમના સહ્યોગીઓ સાથે જોડાયેલા ૧૪ સ્થળો પર દરોડા પાડી રોકડ બેંક બેલેન્સ અને ફિકસ્ડ ડિપોઝીટ સહિત લગભગ ૫૯ કરોડ રૃપિયાની જંગમ સંપતિ જપ્ત કરી છે. ઇડીએ ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને ઉચ્ચ મૂલ્યની સ્થાવર મિલકતોની વિગતો મેળવી હોવાનો પણ દાવો કર્યો છે.

લોઢા ડેવલપર્સ (હવે મેક્રોટેક ડેવલપર્સ)ના ભૂતપૂર્વ ડિરેકટર રાજેન્દ્ર લોઢા પર મંત્રી અને ભાજપના નેતા મંગલ પ્રભાત લોઢા દ્વારા સ્થાપિત લોઢા ગુ્રપ સાથે છેતરપિંડી કરવાનો આરોપ કર્યોહતો. જેમાં ન્યુ કફપરેડ પ્રોજેક્ટમાં ફલેટ વેચી છેતરપિંડી કરવામાં આવી હતી. મુંબઇ ક્રાઇમબ્રાંચે અગાઉ રાજેન્દ્ર લોઢાની ધરપકડ કરી હતી. અને તે એફઆઇઆરના આધારે ઇડીએ મની લોન્ડરિગનો કેસ નોંધ્યો હતો.

ઇડીની તપાસમાં જાણવા મળ્યું હતું કે રાજેન્દ્ર લોઢાએ  ડિરેકટર  બોર્ડની મંજુરી વિના કંપનીની માલિકીની સ્થાવર મિલકતોને તેમની સાથે જોડાયેલા પ્રતેસી એન્ટિટીઝ અને વ્યક્તિઓને અનધિકૃત વેચાણ અને ટ્રાન્સફર દ્વારા લોઢા ડેવલપર્સના ભંડોળ અને સંપતિઓને ડાયવર્ટ કરી ઉચાપત કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજેન્દ્ર લોઢાએ તેમના સંબંધિત વ્યક્તિઓ, સહ્યોગીઓ અને એન્ટિટીઝ સાથે મળીને આ છેતરપિંડીભર્યા કાર્યો દ્વારા સંપતિ એકઠી કરી હતી જેના કારણે લોઢા ડેવલપર્સને ૧૦૦ કરોડ રૃપિયા૩થી વધુનું નુકસાન થયું હતું. ઇડીએ શુક્રવારે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે તે (રાજેન્દ્ર) ઉંચા ભાવે જમીન ખરીદી માટે સમજૂતી કરાર (એમઓયુ) બનાવવાના કામમાં પણ સામેલ હતા ત્યારબાદ વેચાણકર્તા દ્વારા વધેલા ભાગને રોકડ તરીકે દર્શાવી કાઢીલઇ ઉચાપત કરી હતી અને તેના દ્વારા કંપનીના ભંડોળનો દુરુપયોગ કર્યો હતો.