હરીશ અને ધારા દેઢિયાની મેગા મિલેનિયમ પર ઈડીના દરોડા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ, દિલ્હીના રહેઠાણો, કર્જતના ફાર્મ હાઉસ પર પણ ટીમો પહોંચી
શેલ કંપનીઓ રચી તંેમાં કર્મચારીઓને જ ડિરેક્ટર તરીકે દર્શાવીયા ઃ કરોડોનાં વિદેશી ચલણની હેરાફેરીની શંકા
મુંબઇ - એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ શુક્રવારે મુંબઇ સ્થિત કંપની મેગા મિલેનિયમ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસો, મુંબઇ અને દિલ્હીમાં તેના ડિરેકટરોના નિવાસ સ્થાન અને મહારાષ્ટ્રના કર્જતમાં આવેલા એક ફાર્મહાઉસ પર કરોડા પાડયા હતા. એજન્સીના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી હેઠળ લગભગ અડધો ડઝન પરિસર આવરી લેવામાં આવ્યા હતા.
કંપની મ્ ાુખ્યત્વે જથ્થાબંધ વેપાર, જથ્થાબંધ ઇલેક્ટ્રોનિક્સ અને આયાત-નિકાસની પ્રવૃતિના કામમાં વ્યસ્ત છે. ઇડીના જણાવ્યા અનુસાર કંપની અને તેના ડિરેકટરો જેમાં હરીશ દેઢિયા અને તેની પત્ની ધારા દેઢિયાનો સમાવેશ થાય છે તેમને દુબઇ અને સિંગાપોર સ્થિત કથિત શંકાસ્પદ કંપનીઓ પાસેથી મોટી રકમનું વિદેશી હુંડિયામણ મળ્યું છે. આ ઉપરાંત આ લોકોએ કથિત શેલ કંપનીઓનું મોટુ નેટવર્ક ઉભુ કર્યું છે.
એજન્સીના જણાવ્યા અનુસાર તેમના પુરાવા મળ્યા છે કે હરીશ દેઢીયાએ પોતાના કર્મચારીઓ/ ડમ્મી લોકોને ડિરેકટર તરીકે નિયુક્ત કરીને તેમનો વિવિધ કંપનીઓમાં સમાવેશ કર્યો હતો. સ્થાપનાના એક વર્ષની અંદર આ કંપનીઓને કથિત રીતે સેંકડો કરોડ રૃપિયા મળ્યા હતા જે બહુવિધ શેલ એન્ટિટી દ્વારા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઇડીના દરોડામાં અત્યાર સુધીમાં વિદેશી ચલણ, ભારતીય ચલણ અને કરોડો રૃપિયાની કિંમતી વસ્તુઓ મળી આવી હોવાનું કહેવાય છે. જોકે ઇડીએ હજી વધુ દરોડાની વિગતવાર માહિતી આપવાનું ટાળ્યું છે અને આ બાબતે વધુ તપાસ કરવામાં આવી રહી છે.




