મહાદેવ એપના પ્રમોટરના પ્રત્યાર્પણ માટે ઈડી દ્વારા યુએઈને નવી અરજી

ધરપકડ
કરી ભારતને સોંપવા માટે માગણી
ચંદ્રાકર
સામેની નોટિસને ઈન્ટરપોલની સંસ્થાએ ફગાવ્યા બાદ ઈડીની કાર્યવાહી
મુંબઇ -
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.)એ સંયુક્ત આરબ અમીરાત
(યુએઇ)ના અધિકારીઓને એક નવી પ્રત્યાર્પણ વિનંતી
મોકલી છે. ઈડીએ મહાદેવ ઓનલાઇન સટ્ટાબાજી એપ્લિકેશનના પ્રમોટરો સૌરભ
ચંદ્રાકર અને રવિ ઉપલની કામચલાઉ ધરપકડની માંગ
કરી છે. ઇન્ટરપોલ દ્વારા ચંદ્રાકર
સામે જારી કરાયેલ રેડ નોટિસના પડકારને નકારી કાઢવામાં આવ્યા બાદ આ પગલું લેવામાં
આવ્યું હતું તેમ આ બાબતથી પરિચિત અધિકારીઓએ જણાવ્યું હતું.
મિશન ફોર ધ કંટ્રોલ ઓફ ઇન્ટરપોલ્સ ફાઇલ્સ (સીસીએફ)
એક સ્વતંત્ર સંસ્થા છે જે નોટિસ અને ડેટા પ્રોસેસિંગ સામેના પડકારોની તપાસ કરે છે.
તેણે રેડ નોટિસને કાઢી નાંખવાની માંગ કરતી
ચંદ્રાકરની અરજીને ફગાવી દીધી હતી. સીસીએફએ નોંધ લીધી કે તેમની સામેના આરોપો મની
લોન્ડરિંગ અને સંગઠિત નાણાકીય ગુનાઓ સંબંધિત છે .
ચંદ્રાકરે
સીસીએફ સમક્ષ નોટિસને પડકારી હતી અને આરોપ લગાવ્યો હતો કે ભારતમાં ગુનાહિત
કાર્યવાહીમાં રાજકિય હસ્તક્ષેપ થઇ શકે છે અને જો તેનું પ્રત્યાર્પણ કરવામાં આવશે
તો તેને યોગ્ય અને નિષ્પક્ષ ન્યાય નહી મળે. જો કે કમિશનને આ બાબતે તારણ કાઢવા માટે
એવો કોઇ આધાર મળ્યો નહોતો કે આ કેસ ઇન્ટરપોલના બંધારણીય માળખા હેઠળ રાજકીય સતામણી
બરોબર છે અને તેમણે નોટિસ યથાવત રાખી હતી.
આ
કેસમાં તપાસકર્તાઓએ ચંદ્રાકરે સીસીએફ સમક્ષ આપેલ પડકારને આંતરરાષ્ટ્રીય સ્તરે
આરોપીઓની શોધમાં મુખ્ય અવરોધપૈકી એક
ગણાવ્યો હતો જો કે રેડ નોટિસની તપાસ પૂરી થયા બાદ હવે અધિકારીઓનું માનવું
છે કે ભારતીય એજન્સીઓ પાસે હવે કામચલાઉ ધરપકડ માટે દબાણ લાવવા મજબૂત આધાર છે.
દરમિયાન
આ કેસના અન્ય એક આરોપી ઉપ્પલે પણ તેની સામે જારી કરાયેલ રેડ નોટિસને સીસીએફ સમક્ષ
પડકારી છે તેની અરજી પરના અંતિમ નિર્ણય બાબતે હજી સુધી ભારતીય અધિકારીઓને કાંઇ જણાવવામાં આવ્યું નથી અધિકારીઓને અપેક્ષા
છે કે કમિશન ચંદ્રાકરના કેસમાં ધ્યાનમાં લીધેલ આધારોનો વિચાર કરી આગળનો નિર્ણય
લેશે.




