ઘટનાનો
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
્અગાઉ
પણ આવી ઘટનાઓ છતાં રેલવે તંત્ર અને
પોલીસ નિષ્ક્રિય, પ્રવાસીઓમાં રોષ
મુંબઈ
- વિરાર લોકલ ટ્રેનના દરવાજા પાસે બેસીને
કેટલાક યુવાનો ખુલ્લેઆમ ડ્રીંક પાર્ટી કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાથી મુસાફરોની
સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ હતી.
એક મુસાફરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અપલોડ
કર્યો હતો. બે યુવાનો રવિવારે રાતે વિરાર જતી લોકલ ટ્રેનના દરવાજા પાસે બેસીને
દારુ પીતા અને નાસ્તો કરતા જોવા મળ્યા હતા.
વીડિયો
વાયરલ થયા બાદ લોકોએ રેલવે તંત્ર તથા રેલવે પોલીસ પર અનેક સવાલોની ઝડી વરસાવી
હતી. કેટલાક લોકોએ પોતે આવા બનાવોના
સાક્ષી હોવાનું જણાવ્યું હતું.
રેલવે
નિયમો અનુસાર ટ્રેન અને રેલવે પરિસરમાં દારૃનું સેવન પ્રતિબંધિત છે. તેમ છતાં
સમયાંતરે આવા બનાવો સામે આવતા રહેતા હોવાથી સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા અંગે
સવાલો ઊભા થઈ રહ્યા છે. અગાઉ પણ મુંબઈ લોકલમાં દારૃ પીવાના કિસ્સાઓ સામે આવ્યા હતા, જેના પગલે કાર્યવાહી
કરવાની માંગ ઉઠી હતી.
મુસાફરો
અને નાગરિકોએ રેલવે તંત્રને ટ્રેનોમાં પેટ્રોલિંગ વધારવા, સુરક્ષા કર્મચારીઓની
હાજરી મજબૂત બનાવવા અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવાની
માંગ કરી હતી.


