Mumbai

ડોરેમોન કાર્ટૂનના દિગ્દર્શક શિબાયામા સુતોમૂનું 84 વરસની વયે નિધન

By GS Team
19 Mar 20261 min read
ડોરેમોન કાર્ટૂનના દિગ્દર્શક શિબાયામા સુતોમૂનું 84 વરસની વયે નિધન

20 વરસ સુધી  શૃતે એનિમેશનનો ડાયરેકટર રહ્યો હતો

મુંબઇ -  બાળકોની લોકપ્રિય એનિમેશન સીરીઝ ડોરેમોન કાર્ટૂનના દિગ્દર્શક શિબાયામા સુતોમૂનું ફેંફસાના કેન્સરના કારણે ૮૪ વરસની વયે નિધન થઇ ગયું છે. ૨૦ વરસ સુધી તે આ સીરીઝ સુધી જોડાયેલા હતા. 

તેમના નિધનના સમાચાર અજિયા-ડો એનિમેશ વર્કને ૧૭ માર્ચના ઘોષણા કરી હતી કે, તેમનું નિધન ૬ માર્ચના રોજ થઇ ગયું હતું.તેઓ જાપાનમાં ફાધર ઓફ નેશનલ એનિમેશન તરીકે જાણીતા હતા. તેમણે ૧૯૭૯માં ડોરેમોન સીરીઝનુ ંદિગ્દર્શનની શરૃઆત કરી હતી. આ ઉપરાંત તેમણે આ જ ફ્રેન્ચાઇઝ પરઆધીરિત ૨૨ ફીચર ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું. 

તેમના અંતિમ સંસ્કારમાં વધુ લોકોને ભેગ ાકરવાનું પરિવારને મન ન હોવાથી તેમની અંતિમ ક્રિયામાં માત્ર પરિવારજનો જ  સામેલ હતા. 

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૨માં જાપાનના કલ્ચરલ અફેયર્સ એજન્સીએ અનિમેશનની દુનિયામાં યોગદાન માટે તેમને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.