Mumbai

ગણેશોત્સવના પ્રથમ ત્રણ દિવસમાં રોકડ સોના, ચાંદીના આભૂષણો સહિત રૃ.૩.૧૮ કરોડ મૂલ્યનું દાન મળ્યું

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈના સુપ્રસિદ્ધ લાલબાગ ચા રાજા ગણેશ મંડળને ગણેશોત્સવના પ્રથમ 3 દિવસમાં દેશભરના ભક્તો દ્વારા 3.18 કરોડનું દાન મળ્યું છે. આ દાનમાં રોકડ, સોનું, ચાંદી અને યુએસ ડોલરનો સમાવેશ થાય છે. બોલિવુડ સેલિબ્રિટીઓ અને રાજકારણીઓ પણ દર્શન કરવા આવ્યા હતા. આ રકમનો ઉપયોગ મંડળના ધર્માદા કાર્યો માટે કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગણેશોત્સવના પ્રથમ ત્રણ દિવસમાં રોકડ સોના, ચાંદીના આભૂષણો સહિત રૃ.૩.૧૮ કરોડ મૂલ્યનું દાન મળ્યું

લાલબાગ ચા રાજાની દાનપેટીમાં દાનનો ધોધ

દેશભરમાંથી શ્રધ્ધાળુઓ મુંબઈમાં ગણેશોત્સવ દરમ્યાન આવે છે

મુંબઈ -  ગણેશોત્સવના પ્રથમ ત્રણ દિવસમાં મુંબઈના આઈકોનિક લાલબાગ ચા રાજા ગણેશ મંડળને રૃ.૩.૧૮ કરોડ મૂલ્યનું દાન મળ્યું છે જેમાં રોકડ યુએસ ડોલર, સોનું અને ચાંદીના આભૂષણોનો સમાવેશ થાય છે. મુંબઈના સૌથી પ્રસિધ્ધ સાર્વજનિક ગણેશ મંડળોમાં લાલબાગ ચા રાજાનો સમાવેશ થાય છે. દસ વર્ષના ઉત્સવ દરમ્યાન મુંબઈમાંલાખો શ્રધ્ધાળુઓ દેશભરમાં આવે છે. બોલિવુડ સેલિબ્રિટીશ, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ અહીં દર્શન કરવા આવે છે.

પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સપરિવાર દર્શન કર્યા હતા. અંબાણી પરિવાર, શાહરૃખ ખાન અને તેમનો પુત્ર અબરામ, અભિનેતા રણવીર સિંહ પણ દર્શન કર્યા હતા.

દરરોજ પુજાવિધિઓ સંપન્ન થયા પછી ડોનેશન બોક્સ ખોલવામાં આવે છે. લાલબાગ ચા રાજાની મેનેજિંગ કમિટીએ આપેલી માહિતી અનુસાર પ્રથમ ત્રણ દિવસમાં મંડળને રૃ.૧.૯ કરોડની રોકડ રકમ મળી હતી. રૃ.૯૮.૯ લાખ મૂલ્યનું ૬૪૭.૪૭ ગ્રામ સોનું, રૃ.૩૦.૩૫ લાખ મૂલ્યની ૧૨,૩૮૯ ગ્રામ આદી પણ મળી હતી. ડોનેશનનું કુલ મૂલ્ય રૃ.૩.૧૮ કરોડ થયું હતુ.ં સોનાની બંગડીઓ ચેઈન, ચાંદીની ચેઈન, ચાંદીજડિત ક્રિકેટ બેટ વિગેરેનો સોના અથવા ચાંદીના આભૂષણોમાં સમાવેશ થાય છે. વિદેશી મૂલ્યમાં મળેલી કરન્સીનું વેલ્યુએશન હજુ બાકી છે.

પ્રથમ દિવસે૧૫મી સપ્ટેમ્બરે રૃ.૪૮.૫ લાખ કેશ, ૬૬.૭૭ ગ્રામ સોનું અને ૨૮૦૬ ગ્રામ ચાંદી ડોનેશન પેટે મળી હતી. ૧૬મી સપ્ટેમ્બરે બીજા દિવસે ડોનેશન બોક્સમાં રૃ.૮૮.૯ લાખની રોકડ, ૨૨૬.૧૨ ગ્રામ સોનું અને ૫૫૧૬ ગ્રામ ચાંદી મળી હતી. ૧૭મી સપ્ટેમ્બરે ત્રીજા દિવસે મંડળને રૃ.૫૩ લાખની રોકડ ૩૫૪.૫૮ ગ્રામ સોનું અને ૪૦૬૭ ગ્રામ ચાંદી મળી હતી.

બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના અધિકારીઓ, બેન્ક ઓફ મહારાષ્ટ્રના અધિકારીઓ અને લાલબાગ ચા રાજા ટ્રસ્ટના મેનેજિંગ કમિટીના સભ્યની ટીમ ડોનેશન બોકસ ખોલે છે અને ગણતરી પર દેખરેખ રાખે છે.

ડોનેશન પેટે મળેલી રકમ બેન્કમાં મોકલવામાં આવે છે અને મંડળ દ્વારા વર્ષ દરમ્યાન કરતા  ધર્માદાના વિવિધ કાર્યોમાં રકમનો ઉપયોગ કરવામાં આવે છે.

મંડળના પ્રસાદ કક્ષમાંથી વધેલા ભીના પદાર્થોને મુંબઈની ચાર હોસ્પિટલના બાયોમિથેનેશન પ્લાન્ટમાં મોકલવામાં આવશે અને વીજળીના ૭૭૪૪ યુનિટનું ઉત્પાદન થશે જે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ પહેલને 'પ્રસાદથી ઉર્જા'નું નામ અપાયું છે. દરરોજ ૮-૧૦ મેટ્રિક ટન વધેલા પદાર્થનું રિસાયકલિંગ કરાશે અને ૧૦ દિવસમાં ૭૭૪૪ યુનિટ વીજળીનું ઉત્પાદનનો અંદાજ મુકાયો છે.