દિશા સાલિયનના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વાઝેએ ચેડાં કર્યાં હતાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૨૪ કલાકને બદલે ત્રણ દિવસ બાદ પોસ્ટમોર્ટમ
સતિષ સાલિયનનો હાઈકોર્ટમાં આરોપ કરાયું અને કોઈ વિગતો શેર કરાઈ નહોતી
મુંબઈ - સેલિબ્રિટી મેનેજર દિશા સાલિયનના મૃત્યુના કેસમાં તેના પિતાએ બોમ્બે હાઈ કોર્ટ સમક્ષ આરોપ કર્યો હતો કે બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેએ શરૃઆતમાં કેસની તપાસ ખોરંભે ચડાવાવમાં મહત્ત્વની ભૂમિકા નીભાવી હતી.
દિશાનું મોત આત્મહત્યાથી થયું હોવાનું દર્શાવવા વાઝેએ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચેડાં કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. દિશાના પિતાના વકીલ નિલેશ ઓઝાએ કોર્ટમાં કરેલી દલીલ મુજબ દિશાની ગેંગરેપ બાદ હત્યા થઈ હતી. આ કેસમાં શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે, અભિનેતા ડિનો મોરિયા, સૂરજ પંચોલી પર તેમણે ગંભીર આક્ષેપો કોર્ટમાં દલીલ દરમિયાન કર્યા હતા.
ઓઝાએ દાવો કર્યો હતો કે પોલીસ તપાસ શરૃ થવા પહેલાં જ દિશાનું મોત આત્મહત્યાથી થયાની વાતો ચલાવાઈ હતી.
કાયદાકીય પ્રક્રિયા અનુસાર પોસ્ટમોર્ટમ ૨૪ કલાકમાં થવું જોઈએ પણ આ કેસમાં ત્રણ દિવસ બાદ પોસ્ટમોર્ટમ થયું હતું. તપાસ અધિકારીએ દસ્તાવેજો અને ચીજવસ્તુઓ જેમ કે વિડિયો, ફોટોગ્રાફ, સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ રેકોર્ડ, ફોરેન્સિક રિપોર્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટ, દિશાનો ફોન અને લેપટોપ તેમની સાથે શેર કર્યા નહોતા, એમ સતિષ સાલિયનના વકિલે જણાવ્યું હતું.




