Mumbai

સિનિયર સિટિઝન કાયદા થકી પુત્રવધૂને પજવી ન શકાયઃ હાઈકોર્ટ

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં બોમ્બે હાઈકોર્ટે પુત્રવધૂને ઘરમાંથી કાઢવા સસરા દ્વારા કરાયેલી અરજી ફગાવી દીધી છે. સસરાએ સિનિયર સિટિઝન કાયદાનો દુરુપયોગ કરી પુત્રને બદલે અરજી કરી હતી. હાઈકોર્ટે આવી કાર્યવાહીને અયોગ્ય ગણી, ₹50,000નો દંડ ફટકાર્યો છે. આ દંડ પુત્રવધૂને આપવાનો આદેશ પણ કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિનિયર સિટિઝન કાયદા થકી પુત્રવધૂને પજવી ન શકાયઃ હાઈકોર્ટ

પુત્રવધૂને ઘરમાંથી કાઢવા સસરાની અરજી ફગાવાઈ

પુત્રને બદલે સિનિયર સિટિઝન કાયદાની આડ લઈ અરજી કરનારા સસરાને પણ દંડ પણ ફટકારાયો

મુંબઈ -  ૨૦૦૭ના માતાપિતા અને વરિષ્ઠ નાગરિક  સારસંભાળ અને કલ્યાણ કાયદા હેઠળ વરિષ્ઠ નાગરિક દ્વારા કરાયેલી અરજીનો ઉપયોગ ન્યાયિક આદેશોને નિષ્ફળ  બનાવવા અથવા આદેશ હેઠળ સંરક્ષીત પક્ષની પજવણી કરવા કરી શકાય  નહીં એમ બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે એક ચુકાદામાં જણાવ્યું છે.

મેજિસ્ટ્રેટ કોર્ટે ઘરેલુ હિંસા કાયદા હેઠળ પુત્રવધૂને ઘરમાં સાથે રહેવાની પરવાનગી આપી હતી. સસરાએ આ આદેેશને  વરિષ્ઠ નાગરિક સારસંભાળ કાયદા હેઠળ   પડકાર્યો હતો.  સબ ડિવિઝનલ ઓફિસર અને અપીલ અધિકારી, જિલ્લા કલેક્ટર બંને ઓથોરિટીએ પુત્રવધૂને ઘરમાંથી કાઢવાની દાદ માગતી અરજી ફગાવી હતી તેથી તેમણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી પરંતુ હવે હાઈકોર્ટે પણ આ અપીલ ફગાવી  છે.

૭૦ વર્ષીય અરજદારે કરેલી કાર્યવાહી યોગ્ય નથી અને કાયદા અનુસાર ગણી શકાય તેવી નથી.પુત્રવધૂ અને બે સગીર પૌત્રીએ કરેલા દાવાને નિષ્ફળ બનાવવા આ અરજી કરવામાં આવી હોવાનું જણાય છે. પુત્રવધૂને ઘર ખાલી કરાવીને પોતાની પાસે કબજો સોંપવાનો નિર્દેશ ઈચ્છતી અરજી પુત્રવધૂ અને તેની સગીર પુત્રીઓને રક્ષણ આપતા આદેશને પલટાવવાનો પ્રયાસ છે.

પુત્રવધૂની ધમકીને કારણે ઘર છોડવું પડયું હોવાની અરજદારની દલીલ કોર્ટે ફગાવી હતી. અરજદાર પાસે એકથી વધુ મિલકત હોવાની કોર્ટે નોંધ કરી હતી. ભાડાના ઘરમાં રહેવા જવાનું અંગત કારણ યોગ્ય ગણી શકાય નહીં.

અરજદાર પુત્ર વતી પ્રોક્ઝી અરજી કરી હોવાનું જણાતાં હાઈ કોર્ટે અરજી ફગાવીને રૃ. ૫૦ હજારનો દંડ લાદ્યો હતો. કોર્ટે પુત્રવધૂને પોતે તે રકમ ઉપાડવાની મંજૂરી આપી હતી.