બળાત્કાર, લવ જેહાદના વિરોધમાં દહાણુ સહિત આસપાસનાં ગામો સજ્જડ બંધ

પોલીસની
બેદરકારીથી આરોપી છૂટી જતાં પીએસઆઈ
સસ્પેન્ડ
દુકાનો, ઓફિસો બધું જડબેસલાક
બંધ રહ્યું,ં સાંજે નગરના માર્ગો પર દેખાવોઃ ફરાર આરોપીેને
ઝડપી લેવા માગણી
મુંબઈ
- દાહોદમાં એક જ ઘરની બે બહેનોને પ્રેમજાળમાં ફસાવી લવ જેહાદના વિરોધમાં આજે દહાણુ સજ્જ બંધ રહ્યું
હતું. આ કેસમાં બે બહેનો પર બળાત્કારનો આરોપી ઝડપાયો હતો પરંતુ પોલીસે યોગ્ય
કાનૂની પ્રક્રિયા હાથ ન ધરી હોવાનું જણાવી અદાલતે આરોપીને મુક્ત કરી દીધો હતો. તે
પછી આરોપી ફરાર થઈ ગયો હતો. આ કેસમાં બેદરકારી
બદલ દહાણુના પીએસઆઈ દિનેશ આઘાવને
તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આજે
સવારથી જ દહાણુ, આશાગઢ, બોરડી, ઘોલવાડ અને
તાલુકાના અન્ય વિસ્તારોમાં મુખ્ય બજાર,
દુકાનો અને વાણિજ્યિક સંસ્થાઓ સવારથી જ સંપૂર્ણપણે બંધ રહ્યાં
હતાં. ે જ્યાં સુધી આરોપીને કડક સજા ન મળે
ત્યાં સુધી ઉગ્ર વિરોધ ચાલુ રાખવાનું
નક્કી ખયું છે.
આ
કેસ પ્રકાશમાં આવતાં ભાજપના મહિલા મોરચાના પ્રમુખ ચિત્રા વાઘ પણ આજે દહાણુ
પહોંચ્યાં હતાં અને પોલીસ અધિકારીઓને મળ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ે આ
મામલાની તપાસ માટે એક ખાસ પોલીસ ટીમની નિમણૂક કરવામાં આવી છે. દહાણુની જેમ ઘોલવાડ
અને બોરડી વિસ્તારની કેટલીક છોકરીઓને લલચાવીને વિદેશ (લંડન) લઈ જવાના કેસ પર પણ
પ્રકાશ પાડયો છે અને આ મામલાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે.
ફરાર
આરોપીઓને ઝડપી પાડવાની માંગ સાથે સાંજે પાંચ વાગ્યે દેખાવો યોજાયા હતા. તેમાં મોટી
સંખ્યામાં નાગરિકો તથા હિન્દુ સંગઠનોના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
છોકરીઓને
લંડન લઈ જવાઈઃ લવ જેહાદના આરોપ
એક
આક્ષેપ મુજબ ઘોલવાડ અને બોરડીના સરહદી વિસ્તારોની કેટલીક છોકરીઓને ગુજરાતના લઘુમતી
કોમના યુવાનો પ્રેમજાળમાં ફસાવીને
સ્ટુડન્ટ વિઝા પર લંડન લઈ ગયા હતા. આ કેસ એક પ્રકારનો 'લવ જેહાદ' છે કારણ કે છોકરીઓને લંડન લઈ જનારા છોકરાઓ ખૂબ ખરાબ આથક સ્થિતિમાં હતા અને
તેમને અન્ય સ્થળોએથી નાણાકીય મદદ મળી હતી. વધુમાં, આ કેસમાં
વિદેશ ગયેલી છોકરીઓને માત્ર સાત દિવસમાં વિઝા મળી ગયા હોવાથી, આ કેસની સંપૂર્ણ તપાસ કરવાની અને નક્કર કાર્યવાહી કરવાની માંગ હિન્દુ
સંગઠનોએ કરી હતી.
મોટી
બહેનનો અશ્લીલ વીડિયો બતાવી નાની બહેન પર બળાત્કાર
એક
જૂનના રોજ, એક જ ઘરમાં એક જ છોકરા દ્વારા બે છોકરીઓ પર બળાત્કાર કરવાના મામલે દહાણુ
પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપી મોટી બહેનને ઓળખતો હતો અને આ
કેસમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોપીએ તેનું અશ્લીલ ફિલ્માંકન કર્યું હતું
અને તેને છોકરીની સગીર બહેનને બતાવી હતી અને તેના પર બળાત્કાર કર્યો હતો. આ કેસમાં
પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ, આ
કેસમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ફરીથી કેસ
નોંધવામાં આવ્યો છે અને આ કેસની વધુ તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને ટ્રાન્સફર
કરવામાં આવી છે.









