Mumbai

ગણેશજીનાં ઓનલાઈન દર્શન, પ્રસાદની હોમ ડિલિવરીના નામે સાયબર ઠગો સક્રિય

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ પોલીસે ગણેશોત્સવ દરમિયાન સાયબર છેતરપિંડીથી સાવધ રહેવા ચેતવણી આપી છે. ઓનલાઈન દર્શન, VIP પાસ, પ્રસાદ અને પૂજા સામગ્રીના નામે છેતરપિંડીના કિસ્સાઓ બન્યા છે. અજાણી લિંક્સ અને ભ્રામક જાહેરાતો પર વિશ્વાસ ન કરવા સૂચના અપાઈ છે. QR કોડ સ્કેન કરતા પહેલાં ખાતરી કરવા અને કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ અપનાવવા પોલીસે લોકોને અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગણેશજીનાં ઓનલાઈન દર્શન, પ્રસાદની હોમ ડિલિવરીના નામે સાયબર ઠગો સક્રિય
  • સાયબર છેતરપિંડીની જાળમાં નહિ ફસાવા પોલીસની ચેતવણી
  • ફાળો, વીઆઈપી પાસ, પ્રસાદ માટે ઓર્ડરના ઓનલાઈન ઓર્ડરના નામે છેતરપિંડીના કિસ્સા : અજાણી લિંક પર ભરોસો ન કરવા સૂચના

મુંબઈ : ગણેશોત્સવ દરમ્યાન ઓનલાઈન છેતરપિંડીની જાળ બીછાવીને બેઠેલા સાઈબર ક્રિમિનલોથી સાવધ રહેવાની મુંબઈ પોલીસે લોકોને અપીલ કરી છે.
ઓનલાઈન દર્શન, વીઆઈપી દર્શન પાસ, મોદક- પ્રસાદ ઘરે પહોંચતો કરવાની સવલત અને સસ્તામાં પૂજા સામગ્રીની લલચામણી ઓફરો કરીને આ સાઈબર ધૂતારાઓ શ્રધ્ધાળુઓ પાસેથી પૈસા ખંખેરી લે છે. ગણેશોત્સવમાં ઓનલાઈન વહેવાર વધી જતો હોવાથી ગઠિયાઓ આ તકનો ગેરલાભ લઈને શિકારને ફસાવતા હોય છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રસિધ્ધ ગણેશ મંંદિર, ગણેશ મંડળ અથવા મીઠાઈ વિક્રેતાના નામે ફ્રોડસ્ટરો બનાવટી જાહેરાતો વહેતી મૂકે છે.
આ જાહેરાતોમાં ઓનલાઈન દર્શન, પૂજા, પ્રસાદ- મોદક ઘરે પહોંચાડવા સહિત વીઆઈપી પાસની લોભામણી ઓફર કરવામાં આવે છે. આ ભ્રામક ઓફરથી આકર્ષાઈને કોઈ વ્યક્તિ ઓનલાઈન વહેવાર કરે એ સાથે જ તેમાં બેન્ક અકાઉન્ટમાંથી પૈસા ખાલી કરવામાં આવે છે.
ગયા વર્ષે પશ્ચિમના પરામાં એક ખૂબ જાણીતી મીઠાઈની દુકાનના નામે બનાવટી જાહેરાત વહેતી મૂકવામાં આવી હતી. જાહેરાતમાં આપેલા નંબર ઉપર એક નાગરિકે સાડા ત્રણ હજાર રૂપિયા મોકલાવી મીઠાઈનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ મીઠાઈ તો ન પહોંચી તેને બદલે ખાતામાંથી સવા લાખ રૂપિયા ઉપડી ગયા હતા. ત્રણ વર્ષ પહેલાં દાદર પોલીસે સિધ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટની ફરિયાદને આધારે 'ઉત્સવ' નામની એક વેબસાઈટ વિરુધ્ધ પગલાં લીધા હતા. ઓનલાઈન દર્શન અને પૂજાના નામે એક ભાવિકના ૫૦ હજાર રૂપિયા પડાવવામાં આવ્યા હતા.
પશ્ચિમના પરાંમાં એક વેપારી પાસે બે જણ ગણપતિએ ફાળો લેવા માટે પહોંચ્યા હતા. એમણે આપેલા કયુઆર કોડ ઉપર વેપારીએ ૨૧૦૦ રૂપિયાનો ફાળો આપ્યો હતો. ત્યાર પછી થોડી જ ક્ષણોમાં વેપારીના ખાતામાંથી ૩૬ હજાર રૂપિયા ઉપડી ગયા હતા.
આ સાઈબર ક્રિમિનલોથી બચવા માટે સૌથી પહેલાં તો સવલત અથવા રાહતના દરની ઓફર કરતી ભ્રામક જાહેરાતો પર વિશ્વાસ ન મૂકવાની સલાહ આપવામાં આવે છે. સોશ્યલ મિડિયા પર આવેલી અજાણી જાહેરાતની લિંક અથવા એપ ખોલવાની ભૂલ ન કરવી. ખરીદી માટે સંબંધિત વિક્રેતા અથવા સંસ્થાની અધિકૃત વેબસાઈટ પર સંપર્ક કરવાનું સલાહભર્યુ છે. કયૂઆર કોડ સ્કેન કરતા પહેલાં તે ક્યા વહેવાર માટે છે તેની ખાતરી કરવી જરૂરી છે. ઓનલાઈન ખરીદી કરતી વખતે કેશ ઓન ડિલિવરીનો જ વિકલ્પ અપનાવવાનું જરૂરી છે, એવી સલાહ આપવામાં આવ્યો છે.