Mumbai

૨૮૦૦ એપીકે ફાઈલ મોકલી દેશભરના ૯ હજાર લોકો સાથે ૧૫૦ કરોડનું સાયબર ફ્રોડ

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઈન્દોરથી B.Tech ડ્રોપઆઉટની ધરપકડ કરી છે. આ આરોપીએ 2805 APK ફાઇલો બનાવી જુદી જુદી સાયબર ગેંગને વેચી હતી. આ ફાઇલો દ્વારા દેશભરના 9673 લોકો સાથે આશરે 150 કરોડ રૂપિયાનું ફ્રોડ થયું હોવાની આશંકા છે. મુંબઈના 72 વર્ષીય વૃદ્ધ સાથે 5.62 લાખની છેતરપિંડી બાદ આ ગુનો પ્રકાશમાં આવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

૨૮૦૦ એપીકે ફાઈલ મોકલી દેશભરના ૯ હજાર લોકો સાથે ૧૫૦ કરોડનું સાયબર ફ્રોડ

મુંબઈ પોલીસે  ઈન્દોરથી ચબીટેક ડ્રોપઆઉટની ધરપકડ કરી

બેંક અધિકારીના સ્વાંગમાં   કાર્ડ આપવાના બહાને વોટ્સએપ દ્વારા  એપીકે ફાઇલ ઇન્સ્ટોલ મોકલાતી હતી

મુંબઈ -  મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઈન્દોરના એક બી. ટેક ડેવલપરની સાયબર ફ્રોડમાં ધરપકડ કરી છે. ૩૬ વર્ષીય આરોપીએ ૨૮૦૫ એપીકે ફાઈલો બનાવી જુદી જુદી સાયબર ગેંગને વેચી હતી. આ એપીકે ફાઈલો દ્વારા દેશભરના ૯૬૭૩ લોકો સાથે આશરે ૧૫૦ કરોડ રુપિયાનું સાયબર ફ્રોડ થયું હોવાની આશંકા છે.

  ૧૩  ઓગસ્ટના રોજ મુંબઈના  ભાયખલાના ૭૨ વર્ષીય રહેવાસી સાથે ૫.૬૨ લાખ રૃપિયાની છેતરપિંડી થયા બાદ આ ગુનો પ્રકાશમાં આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ  પોતે બેન્કનો ઉચ્ચ અધિકારી હોવાનું જણાવ્યું હતું. તેણે   વૃદ્ધ વ્યક્તિને કાર્ડ આપવાના બહાને વોટ્સએપ દ્વારા એક એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કરવા માટે કહ્યું હતું.  તેમને વ્યક્તિગત વિગતો અને ડેબિટ કાર્ડની માહિતી દાખલ કરવા માટે દબાણ કર્યું હતું.  વૃદ્ધે ફાઈલ પર ક્લિક કરતાં તેમનાા ખાતાંમાંથી પૈસા ઉપડી ગયા હતા.

   સિનિયર િ સટિઝનની  ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા અને આઇટી એક્ટ   હેઠળ ભાયખલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર  નોંધવામાં આવી હતી.

  બાદમાં  આ કેસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલ અને સાયબર સેલને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. છેવટે  ટેકનિકલ  વિશ્લેષણ બાદ  ઈન્દોરના સોફ્ટવેર ડેવલપરની ધરપકડ કરવામાં આવી હતી. તેણે બનાવેલી એપીકે ફાઈલો દ્વારા પેન્શન કાર્ડ વેરિફિકેશન, આરટીઓ ચલાન, ક્રેડિટ કાર્ડ વેરિફિકેશન જેવી કેટલીય સર્વિસના બહાને લોકો સાથે ઠગાઈ થતી હતી.  આ એપીકે ફાઈલ્સ દ્વારા દેશભરમાં સાયબર ફ્રોડના ૧૦૭૪ કેસ થયા હતા. તેમાંથી મુંબઈના ૩૬ સહિત મહારાષ્ટ્રના ૧૪૩ કેસનો સમાવેશ થાય છે. આ ઠગાઈના કેસોમાં અત્યાર સુધીમાં ૮૮ ઔપચારિક એફઆઈઆર થઈ છે.

   મધ્ય પ્રદેશમાં તેની ઓફિસ પર દરોડા દરમિયાન  પોલીસે એક સીપીયુ, ત્રણ હાર્ડ ડિસ્ક, એક પેન ડ્રાઇવ, એક વાઇ-ફાઇ રાઉટર અને ત્રણ મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા.    આરોપીએ એક  સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કર્યું હતું. એક સાયબર ઠગ  સાથે પરિચય બાદ તેણે એપીકે ફાઈલ બનાવવાનો ધંધો ચાલુ કર્યો હતો.