Mumbai

૪૯૫ કરોડ વિદેશ ગેરકાયદે મોકલવા માટે ભાયંદરના સીએ સામે ગુના

By GS Team
11 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં આવકવેરા વિભાગે ભાયંદરના CA મહેન્દ્ર પુરોહિત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પુરોહિતે છેલ્લા 4 વર્ષમાં 495.30 કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે વિદેશ ટ્રાન્સફર કરવા માટે ખોટી માહિતીવાળા પ્રમાણપત્રો જારી કર્યા હતા. નકલી કંપનીઓ દ્વારા આ નાણાં વિદેશ મોકલાયા હતા. ભાયંદર પોલીસે કેસ નોંધી તપાસ આર્થિક ગુના શાખાને સોંપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

૪૯૫ કરોડ વિદેશ ગેરકાયદે મોકલવા માટે ભાયંદરના સીએ  સામે ગુના

આવકવેરા ખાતાંએ પોલીસ ફરિયાદ નોંધાવી ે

ખોટી માહિતીના આધારે વિદેશ નાણાં મોકલવાના પ્રમાણપત્રો જારી કર્યા હોવાનો આરોપ

મુંબઈ -  છેલ્લા ચાર વર્ષ દરમિયાન વિવિધ કંપનીઓના અંદાજે ૪૯૫.૩૦ કરોડ  રૃપિયા ગેરકાયદેસર રીતે ભારતથી વિદેશ ટ્રાન્સફર કરવાના મામલે ભાયંદરના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ખોટી માહિતીના આધારે જરૃરી પ્રમાણપત્રો જાહેર કરી નકલી ખાનગી કંપનીઓ મારફતે આ રકમ વિદેશ મોકલવામાં આવી હોવાનો આરોપ છે. આવકવેરા વિભાગની ફરિયાદના આધારે ભાયંદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા બાદ તપાસ આથક ગુના શાખાને સોંપવામાં આવી છે.

 વર્ષ ૨૦૨૨-૨૩ થી ૨૦૨૫-૨૬ દરમિયાન થયેલા આ નાણાકીય વ્યવહારોને લઈને આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હતી. આ નાણાકીય વ્યવહારોની તપાસ દરમિયાન ભાયંદર-વેસ્ટના વિનાયક રોડ પર ઓફિસ ધરાવતા સીએ મહેન્દ્ર પુરોહિત દ્વારા ખોટી માહિતીના આધારે વિદેશમાં નાણાં મોકલવા માટે જરૃરી પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી.

આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર સચ્ચિદાનંદ ચૌરસિયાએ ભાયંદર પોલીસ સ્ટેશનમાં આપેલી  ફરિયાદના આધારે ે સીએ મહેન્દ્ર પુરોહિત સામે  પોતાના ફાયદા માટે ભારતની બહાર નાણાં મોકલવા તેમજ દેશના વિદેશી હૂંડિયામણ ભંડારને નુકસાન પહોંચાડવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો છે.

આ રકમ કયા કારણોસર વિદેશ મોકલવામાં આવી હતી, સંબંધિત કંપનીઓને નાણાં ક્યાંથી મળ્યા હતા, પ્રમાણપત્રો જાહેર કરવામાં કઈ પ્રક્રિયાનો ઉપયોગ થયો હતો અને આ સમગ્ર વ્યવહારમાં અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા સંડોવાયેલી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.