સુકેશ કેસમાં નોરા હાજર ન થતાં કોર્ટે ફટકાર લગાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નોરાને છઠ્ઠી નવેમ્બરે હાજર થવા નવેસરથી સમન્સ
સાક્ષી તરીકે કોર્ટમાં હાજર રહેવું પડે, તમારું વર્તન અયોગ્ય,અદાલતને હળવાશથી ન લોઃ ન્યાયાધીશ
મુંબઇ - સુકેશ ચન્દ્રશેખરના ૨૦૦ કરોડ રૃપિયાની ખંડણીના કેસમાં નોરા ફતેહી સાક્ષી તરીકે હાજર ન રહેતાં દિલ્હી કોર્ટે તેને ફટકાર લગાવી હતી.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ સેશન્સ જજ ગગનદીપ સિંહે નાખુશી વ્યક્ત કરી જણાવ્યું હતું કે આ બાબતને હળવાશથી ન લઇ શકાય,સાક્ષી તરીકે તમારે કોર્ટમોં હાજર રહેવું જોઇએ. તમારું વર્તન યોગ્ય નથી, કોર્ટને હળવાશથી ન લો. ન્યાયાધીશે નવા સમન્સ જારી કરી નોરાને છ નવેમ્બરે ફરી સાક્ષી તરીકે હાજર રહેવાની તાકીદ કરી હતી.
અદાલતે કાર્યવાહી દરમ્યાન સાક્ષી નોરા ફતેહીની ગેરહાજરી બાબતે પોલીસને સવાલ કરતાં પોલીસે અદાલતને જણાવ્યું હતું કે ૨૨ ઓક્ટોબરે ઇમેઇલ અને વોટ્સ એપ દ્વારા નોટીસ મોકલવામાં આવી હોવા છતાં તથા તે પછી ફોન કરવા છતાં તેમના તરફથી કોઇ પ્રતિભાવ મળ્યો નથી.
આ કેસની તપાસ દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસે આ કેસમાં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગનાઇઝડ ક્રાઇમ એક્ટ-મકોકા હેઠળ પણ આરોપો ઘડેલાં છે. હાલ આ કેસમાં પ્રોસિક્યુશન તેના પુરાવા સુપરત કરવાના તબક્કે છે. પોલીસ ચાર્જશીટમાં જેક્લિન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહી સહિત ઘણાં લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.




