પાલઘરમાં પ્રશાસનના ગુજરાતી નોટિફિકેશનથી ભાષાવાદનો વિવાદ

રાજ્યમાં ટૂંક સમયમાં ગુજરાતી ભાષા લાગુ કરવામાં આવશે, એવી વિપક્ષની પસ્તાળ
મુંબઈ - મહારાષ્ટ્રના પાલઘરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગુજરાતીમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાને લીધે વિવાદ સર્જાયો છે.કોંગ્રેસે દાવો કર્યોે છે કે રાજ્યમાં ટૂંક સમયમાં ગુજરાતી ભાષા લાગુ કરવામાં આવશે અને શિવસેના (યુબીટી)એ તેને ગંભીર મુદ્દો ગણાવ્યો છે. આમ કહીને સરકાર ઉપર પસ્તાળ પડયો હતો.
મહારાષ્ટ્રમાં સરકારી કામકાજ મરાઠી ભાષામાં ફરજિયાત છે છતાં પાલઘર કલેક્ટર ગુજરાતી ભાષામાં જાહેરનામુ ભાર પડતાં કોંગ્રેસ અને શિવસેના( યુબી ટી )એ વિવાદ ઉભો કરીને રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. સરકાર પર પસ્તાળ પડતા કહ્યું હતુંકે આની આડમાં મહારાષ્ટ્રમાં ગુજરાતીઓનો દબદબો વધી રહ્યો છે. મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે એવા આરોપો મૂકવામાં આવ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે પાલઘર કલેક્ટરે ૧૯ અને ૨૦ જાન્યુઆરીના રોજ જિલ્લામાં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી(માર્ક્સવાદી) દ્વારા આયોજિત મોરચાને ધ્યાનમાં રાખીને આ આદેશ જારી કર્યો હતો, જે દરમિયાન સાવચેતીના પગલા તરીકે હાઇવેના કેટલાક ભાગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.




