સિયા વતી વકીલાત માટે બે વકીલો વચ્ચે તકરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ખરેખર કોની નિયુક્તિ થઈ તે અંગે ગૂંચવાડો
સિયાના ભાઈએ પરિવાર વતી નિયુક્ત નહીં થયાનું જણાવતાં વકીલે તેને ૧૦ કરોડની નોટિસ આપી
મુંબઈ - પુણેના બિલ્ડર કેતન અગ્રવાલની હત્યાના કેસમાં આરોપી સિયા ગોયલના અધિકૃત વકીલ કોણ છે તે અંગે ગૂંચવાડો સર્જાયો છે. બે વકીલોએ પોતે સિયાના વકીલ હોવાનો દાવો કર્યો છે અને તેમાંના એક વકીલ આશુતોષ શ્રીવાસ્તવે તો સિયાના ભાઈ સાહિલને વકીલ તરીકે નિયુક્ત બદલ જાહેર ટિપ્પણી બદલ ૧૦ કરોડના નુકસાની નોટિસ પણ આપી છે.
સિયાના વકીલ તરીકે આશુતોષ શ્રીવાસ્તવની નિયુક્તિ ક્યારેય પરિવાર દ્વારા કરાઈ નથી તેવું તા. ૨૯મી જૂનનું સાહિલનું નિવેદન ખોટું , ભ્રામક અન ેબદનક્ષીકારક હોવાનું આ વકીલની નોટિસમાં જણાવાયું છે.
શ્રીવાસ્તવે દાવો કર્યો છે કે સિયા ગોયલે પચ્ચીસમી જૂનના રોજ વકાલતનામા પર સહી કરી હતી. જેનાથી તેમને અને તેમના સાથીઓને મેજિસ્ટ્રેટ તેમજ બોમ્બે હાઈકોર્ટ સમક્ષ તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે આ દસ્તાવેજો સ્વીકારવામાં આવ્યા છે અને સંબંધિત કોર્ટ સમક્ષ રેકોર્ડ પર મૂકવામાં આવ્યા છે. સિયા એક પુખ્ત વ્યક્તિ હોવાથી તેને પોતાના વકીલ નિયુક્ત કરવાનો સંપૂૂર્ણ અધિકાર છે એમ શ્રીવાસ્તવે કહ્યું હતું.
જોકે, એડવોકેટ વિપુલ દુશિંગનો દાવો છે કે ગોયલના પરિવાર દ્વારા તેમને આરોપીનું પ્રતિનિધિત્વ કરવા માટે રાખવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું છે કે ૨૯ જૂનના રિમાન્ડ સુનાવણી દરમિયાન ગોયલે મેજિસ્ટ્રેટને કહ્યું હતું કે તેણે ફક્ત દુશિંગને જ તેના વકીલ તરીકે રાખ્યા હતા.









