Mumbai

મુંબઈ દિલ્હીની ટ્રેનો અચાનક રદ કરી દેવાતાં પ્રવાસીઓ રઝળ્યા

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને કારણે રેલવે તંત્રએ શનિવારે 10મી તારીખે મુંબઈથી દિલ્હી જતી કેટલીક ટ્રેનો રદ કરી હતી. જેમાં બાંદરા ટર્મિનસ-હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ સહિત 6 ટ્રેનો રદ કરાઈ હતી. જ્યારે રાજધાની એક્સપ્રેસ જેવી કેટલીક ટ્રેનો 5 થી 8 કલાક મોડી પહોંચશે તેવી જાહેરાત કરાઈ. બે મહિનાથી એડવાન્સ બુકિંગ કરાવનારા પ્રવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ દિલ્હીની ટ્રેનો અચાનક રદ કરી દેવાતાં પ્રવાસીઓ રઝળ્યા

રેલવે તંત્ર દ્વારા પાડાના વાંકે પખાલીને ડામ

સીજેપી આંદોલનને પગલે નિર્ણય- બે મહિનાથી  એડવાન્સ બૂકિંગ કરાવનારા નારાજ ઃ છેલ્લી ઘડીએ  દોડધામ

મુંબઈ -  દિલ્હી ખાતે કોકરોચ જનતા પાર્ટી દ્વારા શનિવારે,૧૦મી તારીખે આંદોલનને પગલે શુક્રવારે મુંબઇથી દિલ્હીની કેટલીક ટ્રેનો સેન્ટ્રલ તથા વેસ્ટર્ન રેલવેએ રદ કરી હતી. અમુક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરી તે પાંચથી આઠ કલાક મોડી દિલ્હી પહોંચશે તેવી જાહેરાતો કરતાં પ્રવાસીઓમાં ભારે નારાજગી છવાઈ હતી.

પશ્ચિમ રેલવેએ બાંદરા ટર્મિનસ-હઝરત નિઝામ્મુદ્દીન એક્સપ્રેસ, મુંબઇ સેન્ટ્ર્લ-હઝરત નિઝામ્મુદ્દીન દુરંતો એક્સપ્રેસ  ઉપરાંત ડો.આંબેડકર નગર-નવી દિલ્હી એક્સપ્રેસ, ઇન્દોર-હઝરત નિઝામ્મુદ્દીન, ઇન્દોર-નવી દિલ્હી એક્સપ્રેસ તથા સાબરમતી-નવી દિલ્હી એક્સપ્રેસ ટ્રેનને રદ કરી હતી.  જ્યારે  મુંબઇ સેન્ટ્રલ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ અને મુંબઇ સેન્ટ્ર્લ-હઝરત નિઝામ્મુદ્દીન ક્રાન્તી રાજધાની એક્સપ્રેસ પાંચ કલાક મોડી   દિલ્હી પહોંચશે તેવી  જાહેરાત કરાઈ હતી.

સેન્ટ્ર્લ રેલવેએ સીએસટી-હઝરત નિઝામ્મુદ્દીન રાજધાની એક્સપ્રેસ રદ કરાઇ હતી.

સીજેપીનું ૧૦મી તારીખે આંદોલન હોવાથી મોટી સંખ્યામાં આંદોલનકારીઓ દિલ્હી ન પહોંચે તે માટે આ નિર્ણય લેવાયાનું કહેવાય છે. જોકે, આ નિર્ણયથી પ્રવાસીઓ ભારે નારાજ થયા હતા. કેટલાય પ્રવાસીઓએ સોશિયલ મીડિયાનો આશરો લઈ ઉકળાટ ઠાલવ્યો હતો કે રેલવે આમ  ફક્ત રિફંડ આપી દઈને તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં.

 અનેક લોકોએ બે મહિના પહેલાંથી ટિકિટ બૂક કરાવી હતી. હવે  તેમને છેલ્લી ઘડીએ બીજી ટ્રેન મળી શકે નહીં અને આમ થોડા કલાકો પહેલાં ફલાઈટનું બૂકિંગ અતિશય મોંઘુદાટ હોય છે. જે લોકોને આ આંદોલન સાથે કોઈ લેવાદેવા નથી તેમને આમ દિલ્હીના સ્ટેશનો પર ભીડના નામે રઝળાવી શકાય નહીં. કેટલાક પ્રવાસીઓએ  કહ્યું હતું કે રેલવેએ ધાર્યું હોત તો ટ્રેનો સમૂળગી રદ કરવાને બદલે દિલ્હી પહેલાંના કોઈ સ્ટેશન સુધી પણ ટ્રેન  ટૂંકાવી  શકી હોત. પરંતુ,