Mumbai

ભારે ગરમી છતાં પણ ચેતન હુડી પહેરીને ફરતો દેખાયો તેના પરથી પોલીસને શંકા ગઈ

By GS TEAM
24 Jun 20261 min read
ભારે ગરમી છતાં પણ ચેતન હુડી પહેરીને ફરતો દેખાયો તેના પરથી પોલીસને શંકા ગઈ

મુંબઈ -  કેતન બહુ જ નિષ્ણાત ટ્રેકર હતો આથી તે લપસી જાય તે વાત જ પરિવારને શંકાસ્પદ લાગી હતી. પરિવારની શંકા બાદ પોલીસે લોહગઢના ફૂટેજમાં ઝીણી ઝીણી વિગતોનું નિરીક્ષણ કર્યું હતું. તે વખતે સિયા અને કેતન સાથે  ચેતન પણ આસપાસમાં દેખાયો હતો. ૧૮મી જૂને ભારે ગરમી છતાં પણ ચેતન હૂડી પહેરીને ફરતો હતો એ વાત પોલીસને વિચિત્ર લાગી હતી.  કાન પર તેણે હેડફોન પહેર્યા હતા. તેણે ચહેરા પર પણ ગોગલ્સ પહેર્યાં હતાં. આમ  ચેતન કદાચ પોતાની ઓળખ છૂપાવવા પ્રયાસ કરી રહ્યો હોવાનું જણાતાં પોલીસની શંકા  મજબૂત બની હતી. પોલીસે ચેતનને શંકાના ઘેરામાં રાખ્યા બાદ તેના અને સિયાના મોબાઈલ કોલ રેકોર્ડ તથા અન્ય ટેકનિકલ પુરાવા મેળવ્યા હતા.