એન્ટિલિયા, મનસુખ હિરણ હત્યા કેસમાં આરોપો ઘડાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એનઆઈએ કોર્ટે સુનાવણી બાદ સંકેત આપ્યો
આરોપીઓને ડિજિટલ પુરાવાઓની નકલો પૂરી પાડવાનો નિર્દેશ
મુંબઈ - એન્ટિલિયા બોમ્બો વિસ્ફોટક અને મનસુખ હિરણ હત્યા કેસમાં એનઆઈએ કોર્ટે તમામ આરોપીઓ સામે આરોપો ઘડવાનો માર્ગ મોકળો કર્યો છે.
એન્ટિલિયા બોમ્બ વિસ્ફોટક કેસ અને ત્યારબાદ થાણેના વેપારી મનસુખ હિરણની હત્યાના સંદર્ભમાં નોંધાયેલા તમામ આરોપીઓ સામે ખાસ એનઆઈએ કોર્ટ ટૂંક સમયમાં આરોપો ઘડે તેવી શક્યતા છે.
સોમવારે કોર્ટે ખાસ ફરિયાદ પક્ષની દલીલો સાંભળી અને કહ્યું કે તેણે બધા આરોપીઓ સામે આરોપો ઘડવા માટે કેસ બનાવ્યો છે.
કોર્ટે ફરિયાદ પક્ષને આગામી તારીખ પહેલાં આરોપીઓને ડિજિટલ પુરાવાઓની નકલો પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે જેથી આરોપો ઘડવાની પ્રક્રિયા શરૃ થઈ શકે અને ત્યારબાદ ટ્રાયલ શરૃ થઈ શકે છે.









