Mumbai

વધારાના એફએસઆઈ પર હવે બિલ્ડરો પાસેથી પ્રીમિયમ વસૂલાશે

By GS Team
24 Sep 20263 mins read
TukuTouch Logo
મુંબઈમાં BMCએ પોતાની મિલકતોના પુનર્વિકાસ માટે નવી નીતિ જાહેર કરી છે. હવે ડેવલોપર્સને 3 FSIથી વધુ બાંધકામ પર પ્રીમિયમ ચૂકવવું પડશે. આ નિર્ણયથી BMCની તિજોરીમાં કરોડો રૂપિયાની વધારાની આવક થશે. સુધાર સમિતિએ આ નીતિને મંજૂરી આપી છે, જેનો અમલ સભાગૃહની મંજૂરી બાદ થશે. આ નીતિ 46,563 ભાડૂતોની જૂની મિલકતોના પુનર્વિકાસને વેગ આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વધારાના એફએસઆઈ પર હવે બિલ્ડરો પાસેથી પ્રીમિયમ વસૂલાશે

બીએમસીની પ્રોપર્ટી માટે નવી નીતિ

પુનવકાસમાં ત્રણ એફએસઆઈથી વધુ બાંધકામ પર વસૂલાતઃ જંગી આવકની આશા

મુંબઈ  -  મુંબઈ મહાનગરપાલિકાની માલિકીની મિલકતોના પુનવકાસમાં ડેવલોપર્સ અત્યાર સુધી ત્રણ એફએસઆઈ સુધીનો લાભ મળતો હતો. પરંતુ આ ઉપરાંત વધારાના એફએસઆઈનો લાભ લેવામાં આવે ત્યારે બીએમસીને તેની સામે પૂરતો આથક લાભ મળતો ન હતો. હવે  તેમાં ફેરફાર કરાયો છે. હવે  ત્રણ એફએસઆઈ ઉપરાંત વધારાની એફએસઆઈ મેળવવામાં આવે તો તેના પર બીએમસી પ્રીમિયમ વસૂલશે. આ નવી નીતિથી  બીએમસીની તિજોરીમાં કરોડો રૃપિયાની વધારાની આવક થવાની શક્યતા છે.

બીએમસીની ભાડૂતવાળી મિલકતોના પુનવકાસમાં જમીનની માલિકીના બદલામાં વસૂલાત અંગે નવી નીતિ તૈયાર કરવામાં આવી છે. ડેવલપમેન્ટ કંટ્રોલ અને પ્રોત્સાહન નિયમાવલી-૨૦૩૪ની સંબંધિત જોગવાઈઓ હેઠળ તૈયાર કરાયેલી આ નીતિને સુધાર સમિતિએ મંજૂરી આપી છે. હવે બીએમસીના સભાગૃહની મંજૂરી મળ્યા બાદ તેનો અમલ થઈ શકશે.            

 નવી નીતિનો સીધો અર્થ એ છે કે બીએમસીની જમીન પર પુનવકાસમાં વધારાની એફએસઆઈ મેળવીને  બિલ્ડરોને મળતા વધારાના લાભમાંથી હવે બીએમસી પણ પ્રીમિયમના રૃપમાં પોતાનો હિસ્સો વસૂલશે.

બીએમસીના પ્રોપર્ટી વિભાગની જમીનો પર આશરે ૪૬,૫૬૩ ભાડૂતો છે. તેમાં ૪૨,૦૬૦ રહેણાંક અને ૪,૫૦૫ કમશયલ ભાડૂતોનો સમાવેશ થાય છે. આ પૈકી અનેક પ્રોપર્ટી પરના બાંધકામો ૫૦થી ૬૦ વર્ષ કરતાં પણ જૂનાં છે. તેથી ભાડૂતોના પુનર્વસન માટે આવા મકાનોના પુનવકાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

મુંબઈમાં ૧૨ નવેમ્બર, ૨૦૧૮થી વિકાસ નિયંત્રણ અને પ્રોત્સાહન નિયમાવલી-૨૦૩૪ લાગુ છે. બીએમસીની ભાડૂત પ્રોપર્ટીના પુનવકાસની કામગીરી મુખ્યત્વે નિયમ ૩૩(૭), ૩૩(૭)(અ), ૩૩(૯) અને ૩૩(૨૪) હેઠળ કરવામાં આવે છે.     

  નિયમોમાં થયેલા સુધારાઓ બાદ  બિલ્ડરોને ે મળતા પ્રોત્સાહક બાંધકામ ક્ષેત્રફળમાં વધારો થયો છે. નિયમ ૩૩(૭) હેઠળ પ્રોત્સાહક એફએસઆઈમાં ૭૫ ટકાથી ૧૦૦ ટકા સુધીનો વધારો થયો છે. પરિણામે કેટલીક પુનવકાસ યોજનાઓમાં બીએમસીને મળતું વધારાનું બાંધકામ ક્ષેત્રફળ અને તેના બદલામાં મળતું વળતર નોંધપાત્ર રીતે ઘટયું છે.

        બીએમસીના જણાવ્યા મુજબ, પૂર્ણ થયેલા તથા હાલમાં ચાલી રહેલા પુનવકાસ પ્રોજેક્ટમાંથી આશરે ૨૫ ટકા પ્રોજેક્ટ માત્ર પ્રોત્સાહક શ્રેણીના છે. આવા કેસોમાં  બીએમસી વધારાના બાંધકામ ક્ષેત્રફળ અથવા પ્રોત્સાહક એફએસઆઈના બદલામાં કોઈ મહેસૂલ મળતું નથી.

        હવે બીએમસીએ હિતને ધ્યાનમાં રાખીને નવી નીતિ ઘડવામાં આવી છે. હવે ત્રણ એફએસઆઈથી વધુ વધારાનો એફએસઆઈ મેળવતા પુનવકાસ પ્રોજેક્ટમાં વધારાના એફએસઆઈ પર પ્રીમિયમ વસૂલવામાં આવશે. એટલે કે, વધારાના બાંધકામ અધિકારનો લાભ લેનારા ડેવલોપર્સએ તેના બદલામાં બીએમસી ને નાણાકીય વળતર ચૂકવવું પડશે.

           આ વ્યવસ્થાથી અત્યાર સુધી જે વધારાના એફએસઆઈમાંથી બીએમસી ને સીધો મહેસૂલ મળતો નહોતો, તેમાંથી હવે આવક ઊભી થશે. પરિણામે બીએમસીની આવકમાં વધારો અને તિજોરી પરનો આથક બોજ ઘટાડવામાં મદદ મળશે.

     મ્હાડા મુંબઈ ઇમારત દુરસ્તી અને પુનર્રચના મંડળ દ્વારા પુનર્રચિત ૨૮૮ ઇમારતો તથા પીએમજીપી હેઠળ પુનર્રચિત ૬૬ ઇમારતોના પુનવકાસમાં એફએસઆઈ ૩.૦૦થી વધુ માન્ય હોય તેવા પ્રોજેક્ટ માટે પણ મહત્વની જોગવાઈ કરવામાં આવી છે.

                 આવા પ્રોજેક્ટને વ્યવહારુ બનાવવા માટે વિકાસકે જમીનની કિંમતના ૨૫ ટકા જેટલી કિંમતના બાંધકામ ક્ષેત્રફળની રહેણાંક ફ્લેટ મ્હાડાને હસ્તાંતરિત કરવાની રહેશે. નિયમ ૩૩(૨૪) અને ૩૩(૭) હેઠળ એનઓસી આપતી વખતે આ શરતનો સમાવેશ કરવામાં આવશે.ો.