Mumbai

લંડનમાં શાહરૃખ અને કાજોલના પાત્રનું બ્રોન્જ સ્ટેચ્યુ

By GS TEAM
6 Dec 20251 min read
લંડનમાં શાહરૃખ અને કાજોલના પાત્રનું  બ્રોન્જ સ્ટેચ્યુ

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મને ૩૦ વરસ પુરા થયાને સમ્માન્

મુંબઇ -  બોલિવુડની આઇકોનિક પ્રેમ રહાનીઓમાંની એક દિલવાલે દુલ્હનિયાંને આજે પણ લોકો યાદ કરે છે. ૧૯૯૫માં રિલીઝ થયેલી આ ફિલ્મે ૩૦ વરસ પુરા કર્યા છે.દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે  પ્રથમ ભારતીય ફિલ્મ બની છે જેનેસીન્સ ઇન સ્કેવર ટ્રેઇલમાં સામેલ કરવામાં આવી છે.  આ ફિલ્મને એક યાદગાર ભેટ મળી છે. ગુરુવારે લંડનના મશહૂર લેસસ્ટર સ્કેરમાં શાહરુખ ખાન અને કાજોલના પાત્ર રાજ અને સિમરનનું બ્રોન્ચ સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું. બન્ને જણા એકબીજા તરફ હાથ મેળવતા હોય એ જ પોઝનું પૂતળું મુકવામાં આવ્યું છે. સ્ટેચ્યુના અનાવરણના પ્રસંગે શાહરૃખ ખાન અને કાજોલ બન્ને હાજર હતા.

આ ટ્રેલમા અત્યાર સુધીમાં દુનિયાની મશહુર ફિલ્મો હૈરી પોર્ટર, મેરી પોપિન્સના સ્ટેચ્યુને જ સ્થાન મળ્યું છે. હવે રાજ અને સિમરન પણ આ ગ્લોબલ આઇકોન કતારમાં સામેલ થઇ ગયા છે. 

આ ઉપરાંત તેમના સાથે યશરાજ ફિલ્મસનાસીઇઓ તેમજ  લંડન બિઝનેસ અલાયન્સના સીઇઓ પણ હાજર હતા.