Mumbai

ક્રિતી સેનોન અને કબીર બહિયા વચ્ચે બ્રેક અપ?વાઇરલ વિડિયો પાછળનું સત્ય શું છે?

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ક્રિતી સેનોનની ફિલ્મ 'કોકટેઇલ 2' બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે. આ વચ્ચે, ક્રિતી અને બિઝનેસમેન કબીર બહિયાના સંબંધો ચર્ચામાં છે. નુપૂરના લગ્નમાં કબીર હાજર હતો. હાલમાં એક વાયરલ પોસ્ટમાં કબીર અન્ય છોકરી સાથે જોવા મળતા બ્રેકઅપની અફવાઓ ફેલાઈ. જોકે, તે કબીર જેવો દેખાતો આલિયા મોહનનો સ્ક્રીનશોટ હતો અને તેની બહેન સાથે હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રિતી સેનોન અને કબીર બહિયા વચ્ચે બ્રેક અપ?વાઇરલ વિડિયો પાછળનું સત્ય  શું છે?

આ વર્ષની શરૃઆતમાં ક્રિતી સેનોનની બહેન નુપૂરના લગ્નમાં કબીર બહિયા હાજર રહ્યો હતો           

ક્રિતીની કોકટેઇલ ટુ બોક્સઓફિસ પર  લથડી પડી

મુંબઈ -  હાલ ક્રિતી સેનોનની ફિલ્મ કોકટેઇલ ટુ બોક્સ ઓફિસ પર લથડી રહી છે. દોઢસો કરોડ રૃપિયાના ખર્ચે બનેલી મનાતી આ ફિલ્મે આઠ દિવસમાં માંડ ૭૪.૭૫ કરોડ રૃપિયાનો વકરો કર્યો છે. ખેર, ક્રિતી હાલ તેના બિઝનેસમેન કબીર બહિયા સાથેના સંબંધોને કારણે ચર્ચામાં છે.

કબીર અને ક્રિતી અનેકવાર જાહેરમાં એકસાથે જોવા મળ્યા છે. કબીરે આ વર્ષની શરૃઆતમાં યોજાયેલાં ક્રિતીની બહેન નુપૂરના લગ્નમાં પણ હાજરી આપી હતી. પણ હવે એક વાઇરલ પોસ્ટ પર દાવો કરવામાં આવ્યો છે કે કબીર બીજી એક છોકરી સાથે દેખાયો છે. આ વિડિયો વાઇરલ થવાની સાથે નેટીઝન્સમાં ચર્ચા ફાટી નીકળી હતી કે કબીર અને ક્રિતી વચ્ચે બ્રેક અપ થઇ ગયું છે કે શું?

પણ સાચી વાત એ છે કે આલિયા મોહન નામના કબીર જેવા જ દેખાતાં માણસનો ઇન્સ્ટા પરનો સ્ક્રિન શોટ લઇને આ ખોટો દાવો કરવામાં આવ્યો હતો. વિડિયોમાં જે છોકરી દેખાય છે તે કબીરની બહેન છે.

જો કે, નેટીઝન્સ રાબેતા મુજબ જાણે બ્રેક અપની રાહ જોઇ રહ્યા હોય તેમ કોમેન્ટ કરવા માટે તુટી પડયા હતા. એક જણે ડાહ્યા થઇ પૂછ્યું હતું કે શું ક્રિતીને આની જાણ છે? બીજા એકે કબીરને કાસાનોવા ગણાવી નાંખ્યો હતો. એક સાચી વાત એ છે કે હાલ ક્રિતી પાસે એક પણ ફિલ્મ નથી.