Mumbai

ખંડણીના કેસમાં ખોટી ધરપકડ બદલ પાંચ લાખ વળતરનો બોમ્બે હાઈકોર્ટનો આદેશ

By GS Team
24 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈ હાઈકોર્ટે 2017માં એક ઉદ્યોગપતિની ગેરકાયદે ધરપકડ બદલ મહારાષ્ટ્ર સરકારને ₹5 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. આઝાદ મેદાન પોલીસે બિલ્ડર સાથે મળી સત્તાનો દુરુપયોગ કરી ખંડણીના કેસમાં ફસાવતા કોર્ટે તેમને ઝાટકણી કાઢી. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને પણ 26 દિવસની રિમાન્ડ આપવા બદલ ઠપકો આપ્યો. પોલીસે પુરાવા વગર ઉદ્યોગપતિને ગુનેગાર ચિતરવાનો પ્રયાસ કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ખંડણીના કેસમાં ખોટી ધરપકડ બદલ પાંચ લાખ વળતરનો બોમ્બે  હાઈકોર્ટનો આદેશ

પોલીસે બિલ્ડર સાથે મળી સત્તાનો દુરુપયોગ કરતાં ઝાટકણી

  પોલીસ  રિમાન્ડ અને ન્યાયિક કસ્ટડી આપવા બદલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની પણ ઝાટકણી કાઢી

મુંબઈ -  બોમ્બે  હાઈકોર્ટે ખંડણીના કેસમાં મુંબઈના એક ઉદ્યોગપતિની૨૦૧૭માં થયેલી ધરપકડને ગેરકાયદે જાહેર કરી અને મહારાષ્ટ્ર સરકારને તેમને વળતર તરીકે રૃ. પાંચ લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

ન્યાયાધીશ  એ.એસ. ગડકરી અને કમલ ખાતાની બેન્ચે બિપિન  સતીશ ચંદ્ર અગ્રવાલને ખંડણીના કેસમાં ફસાવવા  ખાનગી ડેવલપર સાથે મળીને કામ કરવા બદલ આઝાદ મેદાન પોલીસને સખત ઠપકો આપ્યો હતો. 

અગ્રવાલ  તેની વૃદ્ધ સાસુ માટે સેઠ અને સોનલ ડેવલપર્સ સાથે સોસાયટીના પુનવકાસની શરતો પર વાટાઘાટ કરવા માટે પાવર ઓફ એટર્નીધારક તરીકે જોડાયા હતા. વાટાઘાટો દરમિયાન ડેવલપર્સે તેમને રૃ. બે  લાખ એડવાન્સ પેમેન્ટ તરીકે આપ્યા ત્યારે પોલીસ ખંડણી માટે એફઆઈઆર નોંધી હતી.

 આખરે તેમણે પોતાની ધરપકડને ગેરકાયદે જાહેર કરવા  સંડોવાયેલા પોલીસકર્મીઓ સામે ખાતાકીય તપાસ અને રાજ્ય તરફથી વળતરની માંગણી કરતી અરજી દાખલ કરી હતી.૨૨ ઓક્ટોબરના ચુકાદામાં, બેન્ચે તેમના દ્વારા વર્ણવવામાં આવેલી ઘટનાઓ પ્રત્યે ઊંડો રોષ વ્યક્ત કર્યો હતો.

 કોટ ર્ે શોધી કાઢયું કે સબ-ઇન્સ્પેક્ટર મહેશ લામખડેએ  ખંડણીના કેસમાં અગ્રવાલને ખોટી રીતે ફસાવવા માટે તેમની   સત્તાનો દુરુપયોગ કર્યો હતો.

અગ્રવાલનો  ભૂતકાળ સ્પષ્ટ હોવા છતાં, પોલીસ રેકોર્ડમાં તેમને ફરાર થઈ શકે તેવા  ગુનેગાર તરીકે ખોટી રીતે દર્શાવાયા હતા. 

 પોલીસે અરજદારને કોઈ ગેંગસ્ટર, હિસ્ટ્રીશીટર અથવા ખંડણીખોર તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે, જેમાં કોઈ પુરાવા નથી અને ફરિયાદની સત્યતાની તપાસ પણ નથી કરી,એમ કોર્ટે નોંધ્યું હતું.

કોર્ટે અગ્રવાલને ૨૬ દિવસ માટે યાંત્રિક રીતે પોલીસ અને ન્યાયિક કસ્ટડી આપવા બદલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની પણ ઝાટકણી કાઢી હતી.