Mumbai

બોલિવૂડ સોશ્યલાઈટ ઓરી એએનસી યુનિટ સમક્ષ હાજર થયો

By GS TEAM
27 Nov 20252 mins read
બોલિવૂડ સોશ્યલાઈટ ઓરી  એએનસી  યુનિટ સમક્ષ હાજર થયો

252કરોડ રૃપિયાના મેફેડ્રોન જપ્તીના કેસમાં

એન્ટિ નાર્કોટિક્સના ઘાટકોપર યુનિટમાં  થઇ પૂછપરછ

મુંબઇ -  બોલિવૂડનો સોશ્યલાઇટ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરહાન આવતરમાણી ઉર્ફે ઓરી આજે ડ્રગ્સ જપ્તીના એક કેસમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે મુંબઇ પોલીસ સમક્ષ હાજર થયો હતો તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ બાબતે વધુ વિગત આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે આજે બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ ઓરી પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલ (એએનસી)ના ઘાટકોપર યુનિટમાં પહોંચ્યો હતો. ગયા ગુરુવારે પોલીસે તેને એએનસીની ઓફિસની મુલાકાત લેવા કહ્યું હતું, જો કે તેણે વધુ સમય માંગ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ૨૫૨ કરોડ રૃપિયાના મેફેડ્રોન જપ્તીના કેસમાં મુખ્ય આરોપી મોહમ્મદ સલીમ મોહમ્મદ સુહેલ શેખની પૂછપરછ દરમિયાન તેનું નામ સામે આવ્યું હતું.

શેખે કથિત રીતે દાવો કર્યો હતો કે ભારત અને ચોક્કસ ફિલ્મ અને ફેશન સેલિબ્રિટીઝ, એક રાજકારણી અને ભાગેડુ ગેન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમના સંબંધી માટે રેવ પાર્ટીનું આયોજન કરતો હતો. પોલીસના જણાવ્યા મુજબ શેખે જે લોકોના નામ આવ્યા હતા તેમાં ઓરીનો પણ સમાવેશ થતો હતો.

શેખ, જેનતેની ભવ્ય જીવનશૈલીને કારણે 'લવિશ' તરીકે ઓળખવામાં આવતો હતો, તેનો ગયા મહિને દુબઇથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એખ ગુપ્ત ડ્રગ ફેક્ટરીમાંથી ૨૫૨ કરોડ રૃપિયાના મેફેડ્રોન જપ્ત કરવાના સંબંધમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યુ હતું કે શેખ ડ્રગ લોર્ડ સલીમ ડોલાનો નજીકનો સાથી હતો, જે સમગ્ર ભારતમાં મેફેડ્રોનનું ઉત્પાદન અને તેના વિતરણનું નિરીક્ષણ કરતો અને ડ્રગ્સની હેરફેર પર નજર રાખવાનું કામ પણ કરતો હતો.