Mumbai

ભાંડુપ બેસ્ટ ડ્રાઈવર સામે કોર્ટમાં સદોષ મનુષ્ય વધનો આરોપ ઘડાયો

By GS Team
5 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈના ભાંડુપ રેલવે સ્ટેશન બહાર ડિસેમ્બરમાં થયેલા જીવલેણ અકસ્માતમાં 4ના મોત અને 12 ઘાયલ થયા હતા. બસ ડ્રાઇવર સંતોષ સાવંત વિરુદ્ધ સેશન્સ કોર્ટે સદોષ હત્યાના આરોપો ઘડ્યા છે. જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરાયેલા સાવંતે પોતાને નિર્દોષ ગણાવ્યા અને ટ્રાયલનો સામનો કરવાનો નિર્ણય લીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાંડુપ બેસ્ટ ડ્રાઈવર સામે  કોર્ટમાં સદોષ મનુષ્ય વધનો આરોપ ઘડાયો

રેલવે સ્ટેશનની બહાર ચારના મોત  નીપજાવતો અકસ્માત

દોષિત ન હોવાની કબૂલાત કરી   અને ટ્રાયલનો સામનો કરવાનો નિર્ણય લીધો

મુંબઈ - ભાંડુપ રેલ્વે સ્ટેશનની બહાર ડિસેમ્બરમાં થયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત અને ૧૨ ઘાયલ થયેલા બસ ડ્રાઇવર સંતોષ સાવંત વિરુદ્ધ સેશન્સ કોર્ટે હત્યા નહીં પણ સદોષ હત્યાના આરોપો ઘડયા છે.

શુક્રવારે જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાવંતને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, અને તેને આરોપો વાંચીને સંભળાવવામાં આવ્યા હતા. તેમણે દોષિત ન હોવાની કબૂલાત કરી હતી અને ટ્રાયલનો સામનો કરવાનો નિર્ણય લીધો હતો. જરૃરી પ્રક્રિયાગત ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી કોર્ટ કેસની સુનાવણી શરૃ કરે તેવી અપેક્ષા છે.

ભાંડુપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ મુજબ, અકસ્માત ૨૯ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ થયો હતો, જ્યારે સાવંત રૃટ ૬૦૬ પર બેસ્ટની નવ મીટર લાંબી ઇલેક્ટ્રિક બસ ચલાવી રહ્યો હતો.

સાવંતના વકીલે દલીલ કરી છે કે તેમને ઇલેક્ટ્રિક બસ ચલાવવા માટે યોગ્ય તાલીમ આપવામાં આવી ન હતી અને આનાથી તેમના ગુનાની ગંભીરતા ઓછી થઈ ગઈ, કારણ કે આ ઘટના એક અકસ્માત હતી.

જોકે, સાવંતની જામીન અરજી ફગાવી દેતી વખતે, કોર્ટે અવલોકન કર્યું હતું કે તે જાણતો હતો કે તેને તાલીમ આપવામાં આવી નથી અને તે બસ ચલાવવાની ટેકનિકથી અજાણ હતો. કોર્ટે કહ્યું હતું કે,  બસ સેંંકડો લોકો પર ચડી જવાના સંભવિત પરિણામોને અવગણીને તે  ડ્રાઇવરની સીટ પર બેઠો  હતો.