કોથમીરના ભાવ તળિયે બેસતા ઉકરડામાં ફેંકવાનો વારો આવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અઠવાડિયામાં ભાવ ૨૫ ટકા થઈ ગયો
એપીએમસીમાં ૧૨૧ ટન કોથમીરની આવક થતાં જૂડીનો ભાવ બેથી છ રૃપિયા
મુંબઇ - ટમેટાના ગગડતા જતા ભાવની સાથે કોથમીરના ભાવ પણ તળિયે બેસવા માંડયા છે. નવી મુંબઇની એપીએમસી (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી)ની ભાજીપાલા માર્કેટમાં કોથમીરની જૂડી બેથી છ રૃપિયે વેંચવાનો વારો આવ્યો છે. કિંમત આટલી હદે ઘટતા કોથમીરને ઉકરડામાં ફેંકી દેવાનો વારો આવ્યો છે.
કોથમીરના કથળતા ભાવને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે. ગુરુવારે એ.પી.એમ.સી. માર્કેટમાં ગુરુવારે પુણે અને લાતૂર વિસ્તારમાંથી ૧૨૧ ટન કોથમીરની આવક થઇ હતી. ભરપૂર આવક સામે માલનો એટલો ઉપાડ ન હોવાથી ભાવ ગગડવા માંડયા છે એમ ભાજીપાલા માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું.
અઠવાડિયા પહેલા હોલસેલમાં કોથમીરની જૂડીનો ભાવ આઠથી ૧૫ રૃપિયા હ તો જે ગઇ કાલે બેથી ૬ રૃપિયાની વચ્ચે રહ્યો હતો. આટલી ઓછી કિંમત છતાં વેંચાવા વિના પડેલા કોથમીરના ઢગલા ઠેરઠેર પડેલા જોવા મળ્યા હતા. ભીંજાવાથી બગડી ગયેલી કોથમીરની જૂડીઓ કચરામાં ફેંકવાનો વારો આવ્યો હતો.




