અર્જુન રામપાલે ગોવામાં ગર્લ ફ્રેન્ડ ગેબ્રિયેલા ડેમિટ્રિયાડેસ સાથે લગ્ન કર્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અર્જુન અને ગેબ્રિયેલા છેક ૨૦૧૮થી સાથે રહે છે
અર્જુન રામપાલ અને ગેબ્રિયેલાને આ સંબંધથી બ ે પુત્રો આરિક અને આરિવ પણ થઇ ચૂક્યા છે
મુંબઈ - છે ક ૨૦૧૮થી સાથે રહેતાં અર્જુન રામપાલ અને તેની ગર્લ ફ્રેન્ડ ગેબ્રિયેલા ડેમિટ્રિયાડેસે આખરે ગોવાના માપુસામાં આવેલી સબ રજિસ્ટ્રારની ઓફિસમાં તેમના નજીકના મિત્રોની હાજરીમાં લગ્નની નોંધણી કરાવી દીધી છે. બંને જણે લગ્નની જરૃરી તમામ વિધિઓ પૂરી કરી હતી. ગોવાના મેરેજ લો અનુસાર પહેલી અને બીજી સહી વચ્ચે પંદર દિવસનો વેઇટિંગ પિરિયડ રાખવો પડે છે પણ કપલે સ્થાનિક કોર્ટની સ્પેશિયલ પરમિશન લઇ આ વેઇટિંગ પિરિયડ જતો કરાવ્યો હતો.
અર્જુન રામપાલ તેની પહેલી પત્ની મેહર જેસિયાથી ૨૦૧૮માં અલગ થઇ ગયો ત્યારથી ગેબ્રિયેલા સાથે રહે છે. અર્જુન અને ગેબ્રિયેલાને પહેલો પુત્ર આરિક ૨૦૧૯માં અને બીજો પુત્ર આરિવ ૨૦૨૫માં થયો હતો. બંને જણાંએ ડેટિંગ શરૃ કર્યાના છ વર્ષ બાદ અર્જુને ગેબ્રિયેલા સાથે સગાઇની જાહેરાત કરી હતી.
અર્જુને તાજેતરમાં એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે મને લાગે છે કે અમે પરણી ચૂકેલાં છીએ અને તેમાં મને કોઇ શંકા નથી. પણ કોઇવાર કાગળનો ટુકડો પણ તમને બદલી શકે છે. કારણ કે તેને કારણે તમને લગ્ન કાયમી લાગવા માંડે છે. પણ એ ખોટો ખયાલ છે અને તમે કાનુની રીતે બંધાયેલા હોવ છો. એ સમયે તેમને બોય ફ્રેન્ડ અને ગર્લ ફ્રેન્ડ તરીકે ઓળખાવનાર અર્જુન અને ગેબ્રિયેલા હવે પતિ-પત્ની બની ચૂક્યા છે.









