Mumbai

અર્જુન બિજલાનીએ મૌની રોય મામલે મૌન છોડી પત્રકારોને જવાબદારીના પાઠ ભણાવ્યા

By GS Team
18 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈ: અભિનેત્રી મૌની રોયના પતિથી અલગ થવાના સમાચાર બાદ મિત્ર અર્જુન બિજલાનીએ તેને સધિયારો આપ્યો હતો. જોકે, તેમની ડેટિંગની અફવાઓ ફેલાઈ હતી. અર્જુને આ અફવાઓ નકારી કાઢતા કહ્યું કે, દરેક મિત્રતાને રોમેન્ટિક એંગલથી જોવી જરૂરી નથી. અમે 18 વર્ષથી મિત્રો છીએ અને મુશ્કેલ સમયમાં હું તેની પડખે ઊભો છું.

Summarized by AI; it may make mistakes. Check important info

અર્જુન બિજલાનીએ મૌની રોય મામલે મૌન છોડી પત્રકારોને જવાબદારીના પાઠ ભણાવ્યા

દરેક મૈત્રીને જોવા રોમાન્ટિક એંગલની જરૃર હોતી નથી

મૌનીના ૧૮ વર્ષ જુના દોસ્ત અર્જુને પતિથી વિખૂટી પડેલી મૌની રોયને  કપરાં કાળમાં સધિયારો આપ્યો                                     

મુંબઇ -  નાગિન ફેમ અભિનેતા અર્જુન બિજલાનીએ મૌની રોય સાથે ડેટિંગની અફવાને નકારી કાઢતાં જણાવ્યું હતું કે દરેક મૈત્રીને જોવા માટે રોમેન્ટિક એંગલની જરૃર હોતી નથી. મૌની રોયે તેના પતિ સૂરજ નાંબિયારથી અલગ થવાના સમાચારને સમર્થન આપ્યું તે પછી અર્જુને મૌનીની મુલાકાત લેતાં જાતજાતની અટકળો ચાલી હતી જેને પગલે અર્જુને ચોખવટ કરી હતી.

અર્જુને નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે મનોરંજનના નામે અમુક પોર્ટલ સંપૂર્ણ પાયાવિહોણી સ્ટોરીઓ છાપે છે તે નિરાશાજનક છે. હું અને મૌની છેલ્લા અઢાર વર્ષથી મિત્રો છીએ. મિત્રના મુશ્કેલ સમયમાં તેની પડખે ઉભાં રહેવું તેન ેમિત્રતા કહે છે. આ કોઇ સનસનાટી મચાવવાની હેડલાઇન નથી.

અર્જુને જણાવ્યું હતું કે લોકોના અંગત જીવનમાં બિનજરૃરી ઘૂસણખોરી કરી ગેરમાર્ગે દોરતી સ્ટોરીઓ ફેલાવતાં પહેલાં સમૂહમાધ્યમોએ હકીકતની ચકાસણી કરે તેવી અમારી વિનંતી છે. જવાબદાર પત્રકારત્વ દ્વારા વિશ્વસનીયતા બંધાય છે, ક્લિકબેઇટ દ્વારા નહીં.

એક્તાકપૂરના સુપરનેચરલ ડ્રામા નાગિનની પ્રથમ સિઝનમાં અર્જુન અને મૌનીએ રિતિક અને શિવાન્યાની ભૂમિકાઓ ભજવી દર્શકોમાં લોકપ્રિયતા મેળવી હતી.