Mumbai

આજથી રીચેકિંગ, રીવેરિફિકેશન અને ફોટોકોપી માટે અરજી કરી શકાશે

By GS Team
9 May 20261 min read
આજથી રીચેકિંગ, રીવેરિફિકેશન અને ફોટોકોપી માટે અરજી કરી શકાશે

રી-ચેકિંગ માટે ફોટોકોપી લેવી ફરજિયાત

મુંબઇશુક્રવારે બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ શનિવારથી જ રીવેરિફિકેશન, રીચેકિંગ અને ફોટોકોપી માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે. તે માટે વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટની મુલાકાત લઈ ઓનલાઈન રકમ ભરવાની રહેશે.

ફેબુ્રઆરી-માર્ચ ૨૦૨૬ની પ રીક્ષાઓના પુનઃમુલ્યાંકન  માટે વિદ્યાર્થીઓએ પહેલાં આન્સરશીટની ફોટોકોપી લેવી અનિવાર્ય છે. ફોટોકોપી મળ્યા બાદના પાંચ કાર્યાલયીન દિવસમાં પ્રતિ વિષયના ૩૦૦ રુપિયા ભરી વિદ્યાર્થીએ સંબંધિત વિભાગીય બોર્ડમાં રીઅસેસમેન્ટ માટે અરજી કરવાની રહેશે.

 

 તે જ  ીતે રી-વેરિફિકેશન માટે વિદ્યાર્થીઓ નવમી મેથી ૨૩ મે સુધી ઓનલાઈન પ્રતિ વિષય ૫૦ રુપિયા ભરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ આજ દિવસો દરમ્યાન વિદ્યાર્થીઓ ઓનલાઈન માધ્યમે આન્સરશીટની ફોટોકોપી માટે પ્રતિ વિષય ૪૦૦ રુપિયા ભરી અરજી કરવાની  રહેશે.