Mumbai

ફરી ફેક પોસ્ટ દ્વારા દીપિકાને વિવાદમાં ઘસડવાનો પ્રયાસ

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં દીપિકા પાદુકોણ ફરી ફેક પોસ્ટનો ભોગ બની છે. લદ્દાખના સોનમ વાંગચૂકને સમર્થન આપતી પોસ્ટ મૂકી ડિલીટ કરી હોવાનો આરોપ વાયરલ થયો હતો. વાસ્તવમાં, દીપિકાએ આવી કોઈ પોસ્ટ કરી જ ન હતી. તેના નામે ફરતો સ્ક્રીનશોટ બનાવટી હોવાનું ખુલ્યું. અગાઉ પણ તેના નામે ખોટા રિવ્યૂ પોસ્ટ થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ફરી ફેક પોસ્ટ દ્વારા દીપિકાને વિવાદમાં ઘસડવાનો પ્રયાસ

દીપિકાએ વાંગચૂકને સપોર્ટ કર્યાની બનાવટી પોસ્ટ ફરતી કરાયા બાદ ડિલીટ                                   

મુંબઇ -  દીપિકા પાદુકોણ ફરીથી સોશિયલ મીડિયા પર ફેક પોસ્ટના ક્રિએટર્સનું નિશાન બની છે. તેણે હાલ ઉપવાસ કરી ર હેલા સોનમ વાંગચૂકને સપોર્ટ કરતી એક પોસ્ટ મૂક્યા બાદ ડિલીટ કરી હોવાનો આરોપ થયો હતો. વાસ્તવમાં દીપિકાએ આવી કોઈ પોસ્ટ મૂકી જ ન હતી.

દીપિકાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં વાંગચૂકને સપોર્ટ કર્યો હોવાનો દાવો કરાયો હતો. પરંતુ બાદમાં કન્ફર્મ થયું હતું કે તેના નામે વાઇરલ થઇ રહેલો સ્ક્રિનશોટ બનાવટી છે. આ સ્ક્રિન શોટમાં દિપિકાને એમ કહેતી જણાવવામાં આવી છે કે તે અનશન કરે છે અને આપણે સ્ક્રોલ કરીએ છીએ. એ પછી દિપિકાના નામે લોકતંત્ર વિશે જાતજાતની વાતો કરવામાં આવી છે. સ્ક્રિન શોટને તપાસતાં તેમાં છેડછાડ કરવામાં આવેલી હોવાનું જણાયું હતું.

આ અગાઉ પણ દિપિકાના નામે માર્ચમાં એક બનાવટી સ્ક્રિનશોટ મુકી દાવો કરવામાં આવ્યો હતો કે તેણે રણવીરસિંહની ફિલ્મ 'ધુરંધરઃ ધ રિવેન્જ'નો રીવ્યુ પોસ્ટ કર્યો છે. આ પોસ્ટ પણ બાદમાં મનઘડંત પુરવાર થઇ હતી. ૨૦૨૦માં દિપિકા પોતાની ફિલ્મ 'છપાક'ના પ્રમોશન માટે જેએનયુમાં જતાં મોટો રાજકીય વિવાદ થયો હતો.

પેપર લીકના મામલે ૧૯ દિવસથી ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચૂકને ફિલ્મ ઉદ્યોગમાં થી નસીરૃદ્દીન શાહ, સ્વરા ભાસ્કર, અતુલ કુલકર્ણી. અભય દેઓલ, અનુરાગ કશ્યપ અને ઝિનત અમાને ટેકો આપ્યો છે જ્યારે ફિલ્મ ઉદ્યોગના   ટોચના કલાકારો આ મામલે મૌન પાળવામાં પોતાનું શ્રેય સમજ્યા છે.