Mumbai

અનન્યા રાજનું નિધન, પરિવારે ૧૫ જુલાઈએ મૃત્યુ થયાની પુષ્ટી કરી

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી અનન્યા રાજનું 35 વર્ષની વયે 15 જુલાઈએ વહેલી સવારે ઊંઘમાં નિધન થયું. 2016માં બોલીવૂડ ડેબ્યુ કરનારી અનન્યા લાંબા સમયથી શારીરિક અને માનસિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહી હતી. પરિવારે સોશિયલ મીડિયા પર તેની પુષ્ટિ કરી. તેના નિધનથી ફિલ્મી જગતમાં શોક છવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અનન્યા રાજનું નિધન, પરિવારે ૧૫ જુલાઈએ મૃત્યુ થયાની પુષ્ટી કરી

બોલીવૂડ અને પ્રાદેશિક સિનેમાની પ્રતિભાશાળી અભિનેત્રી

૨૦૧૬માં બોલીવૂડ ડેબ્યુ કરનારી અનન્યા લાંબા સમયથી શારીરિક અને માનસિક સમસ્યા સામે લડી રહી હતી

મુંબઈ -  અભિનેત્રી અનન્યા રાજનું ૩૫ વર્ષની વયે ૧૫ જુલાઈએ વહેલી સવારે ઊંઘમાં નિધન થઈ ગયું. તેના પરિવારે અભિનેત્રીના આધિકારીક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને તેના નિધનની પુષ્ટી કરી. અનન્યા '૭ અવર્સ ટુ ગો' (૨૦૧૬), 'ધી ફાઈનલ એક્ઝિટ' (૨૦૧૭) અને 'ઘોસ્ટ' (૨૦૧૯) જેવી ફિલ્મોમાં નજર આવી હતી. પરિવારના જણાવ્યા અનુસાર તે લાંબા સમયથી શારીરિક તેમજ માનસિક પરેશાનીઓનો સામનો કરી રહી હતી.

અનન્યાના પરિવારે જણાવ્યું કે તેણે પોતાની સમસ્યાઓનો અત્યંત મક્કમતાથી સામનો કર્યો. પોસ્ટમાં તેને મજબૂત ઈરાદાશક્તિ ધરાવતી મહિલા ગણાવીને જણાવાયું કે તે પોતાની જિંદગી એક યોદ્ધાની જેમ જીવી. પરિવારે અત્યંત ભાવુક શબ્દોમાં તેને યાદ કરતા કહ્યું કે તેની કમી હમેશા મહેસૂસ થશે. તેના નિધનથી ફિલ્મી જગત અને તેના પ્રશંસકોમાં શોક પ્રસરી ગયો છે.

પરિવારે શેર કરેલા સંદેશમાં જણાવ્યું છે કે અનન્યાએ ૧૫ જુલાઈએ સવારે ઊંઘમાં જ આ દુનિયાને અલવિદા કહી દીધું. તેના નિધનની જાણ સામે આવ્યા પછી તેના પ્રશંસકો અને પરિચિતોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી. પરિવારે અભિનેત્રીના જીવનમાં આવેલી કઠિન પરિસ્થિતિઓ અને તેની સામે લડવાના તેના સાહસને પણ યાદ કર્યું.

અનન્યાએ ૨૦૧૬માં પોતાનું બોલીવૂડ ડેબ્યુ કર્યું હતું. બોલીવૂડની સાથે અનન્યા પ્રાદેશિક ફિલ્મોનો પણ હિસ્સો રહી હતી. તેણે તેલુગુ ફિલ્મ 'થગ્ગેદે લે'માં પણ કામ કર્યું હતું. ઉપરાંત ત્રણ ભાષામાં બનેલી ફિલ્મ 'મદ્રાસી ગેંગ'માં પણ તે નજરે આવી હતી.