ગયા વર્ષની સરખામણીમાં ૨,૪૪૬ કેસનો વધારોઃ ડેન્ગ્યુ-ચિકનગુનિયામાં ઘટાડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેલેરિયાનો કહેર, ૮,૭૨૩ કેસ નોંધાયા
મુંબઈ - મુંબઈમાં આ વર્ષે મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. મુંબઈ મહાનગરપાલિકાના(બીએમસી) આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ, જાન્યુઆરીથી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન મેલેરિયાના ૮,૭૨૩ કેસ નોંધાયા છે, જ્યારે ૨૦૨૫ના સમાન સમયગાળામાં ૬,૨૭૭ કેસ નોંધાયા હતા. આમ, એક વર્ષમાં ૨,૪૪૬ કેસનો વધારો થયો છે. જૂનથી ૧૫ સપ્ટેમ્બર સુધીમાં જ મેલેરિયાના ૫,૯૮૪ કેસ નોંધાયા છે.
બીજી તરફ, ડેન્ગ્યુના કેસ ૨,૭૨૪થી ઘટીને ૨,૬૪૬, ચિકનગુનિયા ૫૪૨થી ઘટીને ૮૦ અને લેપ્ટોસ્પાયરોસિસના કેસ ૫૫૮થી ઘટીને ૩૯૦ થયા છે. ગેસ્ટ્રોના કેસ પણ ૫,૯૮૯થી ઘટીને ૪,૯૯૭ અને કોવિડ-૧૯ના કેસ ૧,૧૧૮થી ઘટીને ૧૭૮ થયા છે. જોકે, એચ-૧-એન-૧ના કેસ ૮૩થી વધીને ૫૦૭ થયા છે.
મેલેરિયા નિયંત્રણ હેઠળ બીએમસીએ ૨૧,૬૬૫ પાણીના ોતોની તપાસ કરી હતી, જેમાં ૩,૩૬૭ સ્થળોએ એનોફિલિસ મચ્છરના પ્રજનન સ્થળો મળી આવ્યા હતા. ડેન્ગ્યુ નિયંત્રણ માટે ૪.૬૮ લાખથી વધુ પ્રજનન સ્થળોની તપાસ કરવામાં આવી હતી.
ગણેશોત્સવ દરમિયાન ૧થી ૧૫ સપ્ટેમ્બર સુધીમાં બીએમસીએ ૫.૯૪ લાખ ઘરોનો સર્વે કરી ૨૭.૯૩ લાખ નાગરિકોની તપાસ કરી હતી.
મચ્છરજન્ય રોગોથી બચવા નાગરિકોને પાણી ભરાવા ન દેવા, જૂના ટાયર-ટાંકી અને ભંગારનો સંગ્રહ ન કરવા તથા મચ્છરદાની અને મચ્છર ભગાડનાર સાધનોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.




