અમિતાભનું હોસ્પિટલમાં રુટિન ચેક અપ ઃ એડમિટ થયાની અફવા ચગી

બે-ત્રણ દિવસથી દાખલ હોવાનો યુ ટયુબરનો દાવો
જોકે,
અમિતાભે ગૂઢ સોશિયલ મીડિયા
પોસ્ટ દ્વારા અફવાઓ ફગાવી
મુંબઇ
- મંગળવારે મધરાતે એક યુ ટયુબર દ્વારા એવા દાવા સાથે પોસ્ટ કરવામાં
આવી હતી કે અમિતાભ બચ્ચન બે-ત્રણ દિવસથી મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં એડમિટ છે. આ
પોસ્ટને લીધે બોલિવુડ વર્તુળો તથા
અમિતાભના ચાહકોમાં ભારે ચિંતા ફેલાઈ હતી. જોકે, બાદમાં
અમિતાભનાં નજીકના વર્તુળોએ સ્પષ્ટ કર્યું હતું કે અમિતાભે ફક્ત રુટિન ચેક અપ માટે
હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દાખલ થયાની વાત ખોટી છે.
અમિતાભના નિકટવર્તી લોકોએ કહ્યું હતું કે અમિતાભ જરા પણ અસ્વસ્થ નથી. તેમણે હજુ આગલા દિવસે જ જૂહુમાં જલસાથી જનક
બંગલા સુધી જાતે ડ્રાઈવ પણ કર્યું હતું.
બાદમાં અમિતાભે પણ પોતાના બ્લોગ પર કેટલીક ગૂઢ પંક્તિઓ લખી હતી જેનો મતલબ
એવો થતો હતો કે ઘણી વખત લોકો સાવ ખોટી
વાતો ચગાવતા હોય છે. પરંતુ, જેની ચર્ચા થતી હોય છે એવું વાસ્તવમાં હોતું નથી









