Mumbai

અમિતાભે ૩ માળ ભાડે આપ્યા, મહિને ૩૩ લાખ ભાડું મળશે

By GS Team
18 Aug 20261 min read
TukuTouch Logo
અમિતાભ બચ્ચને મુંબઈના ઓશિવારામાં 8428 ચોરસફૂટના ત્રણ માળ એક ન્યુટ્રિશન બ્રાન્ડને 5 વર્ષ માટે ભાડે આપ્યા છે. આ ભાડા પેટે તેમને દર મહિને 33 લાખ રૂપિયા મળશે, જે 5 વર્ષમાં કુલ 22 કરોડ રૂપિયા થશે. આ ડીલમાં 1.98 કરોડ સિક્યોરિટી ડિપોઝીટ અને 9 પાર્કિંગ સ્પેસ પણ શામેલ છે. અમિતાભ રિયલ એસ્ટેટમાં રોકાણ માટે જાણીતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમિતાભે ૩ માળ ભાડે આપ્યા, મહિને ૩૩ લાખ ભાડું મળશે

પાંચ  વર્ષમાં  ૨૨ કરોડનું  ભાડું કમાશે

અમિતાભનું  રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટીમાં જંગી રોકાણ, ભાડાંની ધૂમ આવક 

મુંબઈ - અમિતાભ બચ્ચને મુંબઈના ઓશિવારામાં આવેલાં   એક બિલ્ડિંગમાં તેના ત્રણ માળને મહિને ૩૩ લાખ રૃપિયાના ભાડે ચડાવી દીધાં છે. કુલ ૮૪૨૮ ચોરસફૂટના કારપેટ એરિયાને ચોરસફૂટના ૩૯૦ રૃપિયાના ભાવે પાંચ વર્ષ માટે ભાડે આપી દેવામાં આવ્યો છે.

એક ન્યુટ્રિશન બ્રાન્ડને ભાડે આપવામાં આવેલી જગ્યાના દસ્તાવેજો અનુસાર કંપનીએ ૧.૯૮ કરોડ રૃપિયા સિક્યોરિટી ડિપોઝીટ પણ આપી છે. આ ભાડાંની રકમમાં કંપનીને નવ વાહનો પાર્ક કરવાની જગ્યા પણ ફાળવવામાં આવી છે. કુલ ુપાંચ વર્ષ માટે આ કોન્ટ્રેક્ટ કરવામાં આવ્યો છે અને પાંચ વર્ષના અંતે અમિતાભ બચ્ચનને આ જગ્યાના ભાડાં પેટે કુલ ૨૨ કરોડ રૃપિયાની આવક થશે.

અમિતાભ બચ્ચન તેની મૂડીનું રિઅલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે જાણીતા છે.  તેમની જુહૂની પ્રોપર્ટી પણ તેમણે એક બેન્કને ભાડે આપી છે. આ ઉપરાંત તેમણે અંધેરીનો તેમનો એક ફલેટ ક્રિતી સેનનને ભાડે આપ્યો હતો.  તેમણે માર્ચ મહિનામાં મુંબઇના એક ડેવલપર પાસેથી ૨.૬૭ એકર જમીન  પચ્ચીસ  કરોડ રૃપિયામાં ખરીદી હતી. આ ડેવલપર સાથે અમિતાભ બચ્ચનનો આ ત્રીજો સોદો હતો. અયોધ્યામાં પણ અમિતાભે આ જ ડેવલપરની સ્કીમમાં મૂડીરોકાણ કર્યું હતું.