Mumbai

અલકા યાજ્ઞિાક હજુ પણ ગીતો ગાઈ નહીં શકે

By GS Team
31 Mar 20261 min read
અલકા યાજ્ઞિાક હજુ પણ ગીતો ગાઈ નહીં શકે

બે વર્ષ પહેલાં કાનની બીમારી ડિટેક્ટ થઈ હતી

અનેક સંગીતકારો સંપર્ક કરે છે પરંતુ હજુ પોતે ગાવા માટે સક્ષમ નથી તેવો જવાબ

મુંબઇ -  સિંગર અલકા યાજ્ઞિાકે જણાવ્યું છે કે તેની કાનની બીમારી હજુ યથાવત હોવાથી હજુ પણ કેટલાક સમય માટે પોતે કોઈ ગીત ગાઈ શકે તેમ નથી. 

તેણે કહ્યું હતું કે સંગીતકારો ગીત ગાવા માટે મારો સંપર્ક કરે છે, પરંતુ હું તેમની સાથે કામ કરવા સક્ષમ નથી.અલકા યાજ્ઞિાકે ઇમ્તિઆઝ અલીની ફિલ્મ અમર સિંહ ચમકીલામાં ગાયું  હતું. જે ૨૦૨૪માં ંરિલીઝ થઇ હતી.  બે વર્ષ પહેલાં તેને સેન્સોરિયલ નર્વ હિયરિંગ લોસનું નિદાન થયું હતું. કોઈ વાયરલ એટેકના કારણે તેને આ બીમારી થઈ છે. 

અલકાએ અગાઉ ૨૦૨૪માં જણાવ્યું હતું કે એક ફલાઈટમાંથી ઉતરતી વખતે પોતાને સહસા ખ્યાલ આવ્યો હતો કે પોતે કશું સાંભળી શકતી નથી. તે પછી તેણે તબીબી તપાસ કરાવી હતી. તેમાં આ બીમારીનું નિદાન થયું હતું. ત્યારથી પોતે સંગીતની દુનિયાથી અલિપ્ત થઈ ગઈ છે.