Mumbai

અલીબાગ રહેતા અક્ષય ખન્નાએ મુંબઈમાં ૩૩ કરોડમાં ફલેટ ખરીદ્યા

By GS Team
29 Sep 20261 min read
TukuTouch Logo
અભિનેતા અક્ષય ખન્નાએ મુંબઈના વૈભવી મલબાર હિલ વિસ્તારમાં 33.26 કરોડ રૂપિયામાં 2516 ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. સપ્ટેમ્બરમાં થયેલી આ ખરીદીમાં 3 પાર્કિંગ યુનિટનો સમાવેશ થાય છે. અક્ષયે 1.99 કરોડ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી. પિતા વિનોદ ખન્ના પણ અહીં જ રહેતા હતા. અક્ષયે બાંદ્રા-જુહુને બદલે આ શાંત વિસ્તાર પસંદ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અલીબાગ રહેતા અક્ષય ખન્નાએ  મુંબઈમાં  ૩૩ કરોડમાં ફલેટ ખરીદ્યા

બાંદ્રા-જુહૂને બદલે મલબાર હિલ પસંદ કર્યુંે           

વિનોદ ખન્ના મલબાર હિલમાં જ રહેતા હતા, અક્ષયે આમાં પણ બાકીના સ્ટાર્સથી અલગ ચીલો ચાતર્યો                                                                                     

મુંબઇ  -  મુંબઈને બદલે મુંબઈ નજીકનાં અલીબાગમાં જ રહેતા અક્ષય ખન્નાએ દક્ષિણ મુંબઇના વૈભવી વિસ્તાર મલબાર હિલમાં  ૩૩.૨૬ કરોડ રૃપિયામાં કુલ ૨૫૧૬ ચોરસ ફૂટનો એરિયા ધરાવતો એપાર્ટમેન્ટ સપ્ટેમ્બર મહિનામાં ખરીદ્યો છે. આ એપાર્ટમેન્ટની સાથે ત્રણ પાર્કિંગ યુનિટનો પણ સમાવેશ થાય છે. અક્ષયના પિતા વિનોદ ખન્ના પણ આજીવન મલબારહિલ વિસ્તારમાં જ રહ્યા હતા.

વિનોદ ખન્નાના મોટા પુત્ર અક્ષયખન્નાએ પણ હિન્દી ફિલ્મોમાં એક્ટર તરીકે સફળ કારકિર્દી ઘડી છે. અક્ષય ખન્નાએ આ સંપત્તિ માટે ૧.૯૯ કરોડ રૃપિયા સ્ટેમ્પ ડયુટિ પેટે અને ૩૦,૦૦૦ રૃપિયા રજિસ્ટ્રેશન ચાર્જ પેટે ચૂકવ્યા હતા. આ એપાર્ટમેન્ટમાં ૧૭૫ ચોરસ ફૂટની બાલ્કની પણ આવેલી છે.

મલબાર હિલ રોડ પર  આવેલી આ સંપત્તિ દક્ષિણ મુંબઇમાં મોકાની ગણાય છે. અક્ષય ખન્ના પ્રમાણમાં ખાનગી જીવન શૈલી ધરાવતો હોઇ તેણે ફિલ્મ સ્ટાર્સમાં લોકપ્રિય વિસ્તાર બાન્દ્રાને બદલે મલબારહિલ રોડ પર એપાર્ટમેન્ટ લેવાનું પસંદ કર્યું છે.