Mumbai

અક્ષય કુમારના પુત્ર આરવ અને અનન્યા પાંડેએ સાથે વેકેશન માણ્યુ

By GS Team
24 Oct 20261 min read
TukuTouch Logo
બોલિવૂડમાં નવી લવ સ્ટોરીની ચર્ચાઓ! અક્ષય કુમારના પુત્ર આરવ અને અનન્યા પાંડે વિદેશમાં સાથે વેકેશન માણી રહ્યા છે. અનન્યાએ આરવ સાથે મફિન શેર કરતી તસવીર સોશિયલ મીડિયા પર મૂકતા બંનેના ડેટિંગની અટકળો તેજ બની છે. અનન્યાનું આદિત્ય રોય કપૂર અને વોકર બ્લેન્કો સાથે બ્રેકઅપ થયું હતું. આરવ ફેશન ડિઝાઇનિંગ શીખી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અક્ષય કુમારના પુત્ર આરવ અને  અનન્યા પાંડેએ સાથે વેકેશન માણ્યુ

બોલિવુડમાં જાતભાતની અટકળો ચગી ં                                            

અનન્યાનું અગાઉ આદિત્ય રોય કપૂર અન ેબાદમાં મોડલ વોકર  બ્લેન્કો સાથે બ્રેક અપ થઈ ચૂક્યું છે                                                                                                                                                           

મુંબઇ -  અક્ષય કુમાર અને ટ્વિન્કલના પુત્ર  આરવ અને ચંકી પાંડેેની પુત્રી અનન્યા પાંડે હાલ વિદેશની ધરતી પર સાથે વેકેશન માણી રહ્યા છે. અનન્યાએ સોશ્યલ મીડિયા  પર તેમની તસવીરો શેર કરતાં બંને વચ્ચે ડેટિંગ થઇ રહ્યું હોવાની અટકળો ચાલી છે.

અનન્યાનું અફેર અગાઉ આદિત્ય રોય કપૂર સાથે ચાલતું હતું. તેની સાથે બ્રેક અપ પછી તે અને મોડલ વોકર બ્લેન્કો  રિલેશનશિપમાં હતાં. જોકે,  બાદમાં તેમનું પણ બ્રેક અપ થઈ ગયું હતું.

અનન્યાએ એક તસવીર શેર કરી છે જેમાં તે ગ્રે કલરનું પટર્નવાળું કાર્ડિગન  પહેરેલાં આરવ સાથે મફિન એટલે કે એક પ્રકારની બેકિંગ વાની શેર કરી રહી છે. મોટ્ટી હૂડી પહેરીને બેઠેલી અનન્યાએ આ ફોટાની સાથે લખ્યું છે, દોસ્તો, મારા બેકિંગને મંજૂરી મળી ગઇ છે.

આરવ પિતાની જેમ બોલિવૂડમાં હીરો બનવા માંગતો નથી પણ તે ફેશન ડિઝાઇનર બનવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ આરવ  સામાન્ય  નોકરી કરી ફેશન ડિઝાઇનિંગની બારીકીઓ શીખી રહ્યો છે.

અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે પરંતુ ફિલ્મોમાં એકટ્રેસ તરીકે તે ફલોપ ગઈ છે. હજુ સુધી તેણે કારકિર્દીમાં કોઈ નોંધપાત્ર પ્રોજેક્ટ આપ્યો નથી. ફક્ત સંબંધો અને સંપર્કના જોરે તેને ફિલ્મો મળ્યા કરે છે.