Mumbai

અભિનેત્રી શ્રુતિ હાસનને ડીપફેક કન્ટેન્ટ સામે વચગાળાનું રક્ષણ

By GS Team
4 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈ હાઈકોર્ટે અભિનેત્રી શ્રુતિ હાસનની પર્સનાલિટી રાઈટ્સ અંગેની અરજી પર મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે AI દ્વારા જનરેટ કરાયેલી અને અન્ય વાંધાજનક સામગ્રીને પ્લેટફોર્મ પરથી હટાવવાનો આદેશ આપ્યો છે. શ્રુતિ હાસને દલીલ કરી હતી કે આવી સામગ્રીથી તેમની છબીનો દુરુપયોગ થાય છે અને તેમના વ્યક્તિત્વના અધિકારોનું ઉલ્લંઘન થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અભિનેત્રી શ્રુતિ હાસનને ડીપફેક  કન્ટેન્ટ સામે વચગાળાનું રક્ષણ

કન્ટેન્ટ દૂર કરવા પ્લેટફોર્મ્સને હુકમ

પર્સનાલિટી રાઈટ્સ માટે અભિનેત્રીએ હાઈકોર્ટમાં કરેલી અરજી પર ચુકાદો

મુંબઈ -  બોમ્બે હાઈકોર્ટે આટફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા જનરેટ કરાયેલી અને અન્ય સામગ્રીના પ્રકાશનને રોકવા માટે નિર્દેશ ઈચ્છતી અભિનેત્રી શ્રુતિ હાસનની અરજી પર વચગાળાનો આદેશ આપ્યો છે. આવા પ્રકાશનથી તેની  છાપ અથવા સમાનતાનો દુરુપયોગ કરીને તેના વ્યક્તિત્વના અધિકારોનું ઉલ્લંઘન થતું હોવાનું અરજીમાં જણાવ્યું હતું.

કોર્ટે  શ્રુતિ હાસન દ્વારા  અરજીમાં દર્શાવવામાં આવેલી સામગ્રીને દૂર કરવા માટે નિર્દેશો જારી કર્યા છે.

અગાઉની સુનાવણીમાં, હાઇકોર્ટે ઘણા બિન-જવાબદાર પ્રતિવાદીઓને તેમની હાજરી નોંધાવવા અથવા જવાબ દાખલ કરવા માટે અંતિમ તક આપી હતી.

ઘણા અઠવાડિયા હોવા છતાં, ઘણા પ્રતિવાદીઓ હાજર રહેવામાં અથવા બચાવ રજૂ કરવામાં નિષ્ફળ ગયા હોવાથી, કોર્ટે તેમની સામે વચગાળાનો મનાઈ હુકમ આપ્યો હતો.

દરમિયાન, સુનાવણી માટે હાજર રહેલા કેટલાક પ્રતિવાદીઓનું પ્રતિનિધિત્વ કરતા વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે  શ્રુતિ હાસનની કાનૂની ટીમ તરફથી યોગ્ય યુઆરએલ પ્રાપ્ત થયા પછી તેમના પ્લેટફોર્મ પર હોસ્ટ કરાયેલ  વિવાદાસ્પદ સામગ્રીને તાત્કાલિક દૂર કરવામાં આવશે.

 હાસને પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોના રક્ષણ માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો, જેમાં દલીલ કરી હતી કે એઆઈ જનરેટેડ ડીપફેક દ્વારા પરવાનગી વિના તેમની છબિનો ઉપયોગ કરે છે, છેડછાડ કરેલા વીડિયો, અનધિકૃત વ્યાપારી સમર્થન અને લાઇસન્સ વિનાના સાહિત્યનો ઉપયોગ કરે છે.