Mumbai

સગીરાની આત્મહત્યા,૩૧ સિમ કાર્ડના કેસમાં આરોપીને આગોતરા જામીન નકારાયા

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં, બુલઢાણા જિલ્લામાં 16 વર્ષીય સગીરાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં હાઈકોર્ટે આરોપી જ્ઞાનેશ્વર બુધવતની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. આરોપી 31 સિમ કાર્ડ વાપરતો હતો અને અગાઉ વિનયભંગનો ગુનો પણ નોંધાયો હતો. કોર્ટે જણાવ્યું કે, તેની મોડસ ઓપરેન્ડી અને ગુનાની ગંભીરતાને કારણે પોલીસ કસ્ટડીમાં તપાસ અનિવાર્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સગીરાની આત્મહત્યા,૩૧ સિમ કાર્ડના કેસમાં આરોપીને આગોતરા જામીન નકારાયા

પત્ની પાસે ટયુશનમાં આવતી સગીરાની પજવણી

તપાસમાં અનેક સિમકાર્ડ વાપરતો હોવાથી મોડસ ઓપરેન્ડી જાણવી આવશ્ય હોવાની કોર્ટની નોંધ

મુંબઈ -  બુલઢાણા જિલ્લામાં એક ૧૬ વર્ષીય દસમા ધોરણની વિદ્યાર્થિનીને આત્મહત્યા કરવા પ્રેરીત કરવાના ગંભીર ગુનામાં હાઈકોર્ટની નાગપુર બેન્ચે આરોપીના આગોતરા જામીન અરજીને ફગાવી દીધી છે. આરોપી ૩૧ સિમ કાર્ડ વાપરતો હતો. તેની પાછળની મોડસ ઓપરેન્ડી શોધવાની પોલીસને તક આપવી જરૃરી છે, એમ કોર્ટે આદેશમાં નોંધ્યું હતું.

જ્ઞાાનેશ્વર કેશવ બુધવત નામના આરોપીની પત્ની ગણિતનું ટયુશન લેતી હોઈ પીડિતા તેની પાસે આવતી હતી. આરોપીએ તેની સાથે સંપર્ક વધારતાં ૧૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ તેણે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

તપાસમાં પોલીસે આરોપીના કોલ ડિટેલ્સ રેકોર્ડ કાઢતાં તે પીડિતા સાથે આત્મહત્યા કરવા સુધી સતત સંપર્કમાં હોવાનું જણાયું હતું. આરોપીની પત્નીના એક સંબંધી સાથે થયેલી વાતચીત પોલીસે રેકોર્ડ કરી હોઈ તેના પરથી આરોપી જ મૃતકની આત્મહત્યા માટે કારણભૂત જણાયો હતો.

આરોપી વિવિધ લોકો સાથે સંપર્કમાં રહેલા ૩૧ સિમ કાર્ડ વાપરતો હતો. તેના પર અગાઉ વિનયભંગનો ગુનો પણ દાખલ હતો.આગોતરા જામીન કાયદેસર અધિકાર કે સામાન્ય નિયમ હોઈ સકે નહીં. ગુનાની ગંભીરતા ધ્યાનમાં લેતાં ૩૧ સિમ કાર્ડ વાપરતો આરોપી સગીરાની આત્મહત્યા માટે જવાબદાર નથી એવું આ તબક્કે કહી શકાય નહીં. આથી તેની પોલીસ કસ્ટડીમાં તપાસ થવી જરૃરી છે, એમ કોર્ટે જણાવ્યું હતું.

સગીરાએ આત્મહત્યા પૂર્વે ચિઠ્ઠીમાં આરોપી અને તેની પત્નીને જવાબદાર ઠેરવ્યા હતા અને બંનેને જન્મટીપ થાય તેનો આગ્રહ રાખ્યો હતો.