Mumbai

ટ્રેનોમાં ફૂડ પહોંચાડતી ગેરકાયદે સાઈટ્સનો રાફડોઃ 15 સામે કાર્યવાહી

By GS Team
12 Jun 20261 min read
ટ્રેનોમાં ફૂડ પહોંચાડતી ગેરકાયદે સાઈટ્સનો રાફડોઃ 15 સામે કાર્યવાહી

વેસ્ટર્ન ઝોનમાં જ ૪૦૦ જેટલી ફરિયાદો મળી

પ્રવાસીઓનાં આરોગ્ય સામે જોખમ, સાયબર સુરક્ષા પણ જોખમાઈ શકે

મુંબઈ - ટ્રેનોમાં ભોજન પહોંચાડવા માટે અધિકૃત હોવાનો દાવો કરતી ગેરકાયદે વેબસાઈટ્સ અને એપનો રાફડો ફાટયો છે. આ સાઈટ્સ પરથી ઓર્ડર કરનારા પ્રવાસીઓને ડિલિવરી ન મળવી, રિફંડના ધાંધિયા તથા અન્ય સર્વિસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ફક્ત વેસ્ટર્ન ઝોનમાં જ આવી ૪૦૦ જેટલી ફરિયાદો મળી છે. તાજેતરમાં આઈઆરસીટીસીએ આવી ૧૫ સાઈટ્સ સામે કાર્યવાહી કરી છે.

આઈઆરસીટીસીઅ ે  જે વેબસાઈટો સામે કાર્યવાહી કરી છે તેમાં રેલરેસ્ટ્રો, રેલમિત્ર, કોમસમ, ટ્રાવેલખાના, ટ્રેન્સકેફે  અને રેલમિલ સહિત ૧૫ વેબસાઈટનો સમાવેશ છે. આ  ઉપરાંત અગાઉ પણ ફૂડઓનટ્રેક, ઈકેટરિંગ.એપ, ડિબરેલ, ખાનાઓનલાઈન  અને ટ્રેનમેનુ.કોમ જેવી વેબસાઈટો સામે કાર્યવાહી થઈ છે. રેલવેના જણાવ્યાનુસાર, આ પ્લેટફોર્મ્સ રેલવેની અધિકૃત મંજૂરી વિના કાર્યરત હતા અને ઘણી વખત  અયોગ્ય કહી શકાય તેવા રસોડામાંથી ભોજનનો પૂરવઠો કરતા હતા.

રેલવેના  જણાવ્યા અનુસાર  આવા પ્લેટફોર્મ્સ માત્ર ભોજનની ગુણવત્તાનો જ નહીં પણ સાયબર સુરક્ષાનો પણ ખતરો ઊભો કરે છે. મુસાફરોના પીએનઆર નંબર, મોબાઈલ નંબર સહિતની માહિતીનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે. આથી અધિકૃત સાઈટ પરથી જ ફૂડ ઓર્ડર કરવા જણાવાયું છે.