Mumbai

મુલુંડથી ગ્રીન કોરિડોર રચી ધબકતું હૃદય પરેલ પહોંચાડાયું

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈની ૧૦૦ વર્ષ જૂની વાડિયા હોસ્પિટલમાં પહેલીવાર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું છે. નવી મુંબઈના ૧૭ વર્ષના તન્મય શિંદેને મુલુંડના ૨૨ વર્ષના બ્રેઇનડેડ યુવકના હૃદયથી નવજીવન મળ્યું. ૨૩.૯ કિ.મી.નું અંતર ગ્રીન કોરિડોર દ્વારા માત્ર ૨૫ મિનિટમાં કાપી, આ ઐતિહાસિક ઓપરેશન પાર પડ્યું, જે બાળકોની હોસ્પિટલ માટે એક સીમાચિહ્નરૂપ ઘટના છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુલુંડથી ગ્રીન કોરિડોર રચી ધબકતું હૃદય પરેલ પહોંચાડાયું

નવી મુંબઈના ૨૨ વર્ષના યુવકને જીવતદાન

મુંબઈની આશરે ૧૦૦ વર્ષ જૂની બાળકો માટેની હોસ્પિટલમાં પહેલીવાર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

મુંબઈ -  પરેલની બાઇ જરબાઈ વાડિયા હોસ્પિટલ ફોર ચિલ્ડ્રનમાં પહેલી જ વાર એક તરુણનું હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરીને તેને નવું જીવન આપવામાં આવ્યું હતું. મુલુંડની હોસ્પિટલમાં એક ૨૨ વર્ષના બ્રેનડેડ યુવકનું હૃદય કાઢીને સ્પેશ્યલ એમ્બ્યુલન્સમાં ફક્ત ૨૫ મિનિટમાં ૨૩.૯ કિ.મી.ના અંતેર આવેલી વાડિયા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું. એમ્બ્યુલન્સ ટ્રાફિકના કોઈ પણ અવરોધ વગર સડસડાટ પહોંચી શકે માટે ગ્રીન કોરિડોર રચવામાં આવ્યો હતો.

બાઈ જરબાઈ વ ાડિયા હોસ્પિટલ ફોર ચિલ્ડ્રન મુંબઈની પહેલી જ બાળકોની સાર્વજનિક હોસ્પિટલ છે જ્યાં હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને ટીનએજરને નવજીવન બક્ષવામાં આવ્યું હતું.

નવી મુંબઈના ઘણસોલીનો રહેવાસી તન્મય શિંદે (ઉં. વ. ૧૭) હૃદયની અત્યંત ગંભીર બીમારી (ડાઇલેટેડ કાર્ડિયોમાયોપથી)થી પીડાતો હતો. પહેલાં તેને વાશીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં પાંચ દિવસ રાખવામાં આવ્યા પછી રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ અઠવાડિયામાં તેની તબિયત બગડી હતી અને શ્વાસ રુંધાવા લાગ્યો હતો, છાતીમાં દુઃખાવો ઉપડયો હતો અને તબિયત ઝડપથી કથળવા માંડતા વાડિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનો જીવ બચી જાય એ માટે હૃદયના પ્રત્યારોપણ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો રહ્યો. એટલે હાર્ટ-ડોનર માટે તલાશ શરૃ કરવામાં આવી હતી. થોડા દિવસ પછી મુલુંડની હોસ્પિટલમાં ૨૨ વર્ષના એક બ્રેનડેડ પેશન્ટની જાણકારી મળી હતી. તરત જ તેના પરિવારને હાર્ટ ડોનેટ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. પરિવારજનોએ મંજૂરી આપ્યા બાદ બ્રેનડેડ પેશન્ટના શરીરમાંથી હૃદય કાઢીને ગણતરીની મિનિટોમાં પરેલની બાળકો માટેની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું. આમ બ્રેનડેડ યુવકના હાર્ટની મદદતી ટીનએજરને નવું જીવન મળ્યું હતું.