શૂટર્સ દ્વારા અંધેરીની હોટલમાં ગોળી મિસફાયર થઈ હતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અંધેરીમાં ખોટું નામ આપી હોટલમાં ઉતર્યા હતા
મુંબઈ નજીક એક સ્થળે પણ ગોળીબારની પ્રેક્ટિસ કરી હતીઃ ટાઈગર પર ફાયરિંગ પહેલાં હોટલમાંથી નીકળ્યાના સીસીટીવી ફૂટેજ મળ્યાં
મુંબઈ - ટાઈગર શ્રોફ પર હુમલો કરનારા શૂટર્સ અંધેરીની એક હોટલમાં રોકાયા હતા અને હોટલના રુમમાં જ તેમનાથી એક ગોળી મિસ ફાયર થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત તેમણે મુંબઈ નજીકનાં એક સ્થળે પણ ગોળીબારની પ્રેક્ટિસ કરી હતી. હજુ સુધી પોલીસને આ ગોળીબારમાં વપરાયેલી પિસ્તોલ મળી નથી. આરોપીઓએ રિમાન્ડ વખતે પૂછપરછમાં પ્રેક્ટિસ સહિતની વિગતો આપી હોવાનું કહેવાય છે.
બોલિવુૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર ગોળીબારની ઘટના પહેલા સીસીટીવી ફૂટેજમાં એક આરોપી વાદળી રંગની બેગ સાથે જોવા મળે છે. એમાં પિસ્તોલ હતી. ફૂટેજમાં એક આરોપી હુમલો કરતા પહેલા જે હોટલમાં રોકાયો હતો. ત્યાંથી બહાર નીકળતો દેખાય છે
ફૂટેજમાં આરોપી ૧૮ ઓક્ટોબરના રોજ સાંજે ૪-૧૨ વાગ્યે આરોપી અંધેરી પૂર્વમાં આવેલી હોટેલમાંથી બહાર નીકળતો દેખાય છે. તેની પાસે અભિનેતાની કાર પર હુમલામાં વપરાયેલી પિસ્તોલ ધરાવતી વાદળી બેગ હતી.
અહેવાલ મુજબ ૧૮ ઓક્ટોબરના રોજ સાંજે ૪-૧૩ વાગ્યે બે અન્ય આરોપીઓ પલ્સર મોટરસાઇકલ પર પરિસરમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી હોટેલના રૃમ નંબર ૨૦૧માં રોકાયા હતા. તેઓ એકલા રહેતા હતા અને સામાન્ય રીતે બહાર જમવા જતા હતા.
અંધેરી પૂર્વના ચકાલા વિસ્તારમાં આવેલી હોટલમાંથી ત્રણ આરોપી બહાર ગયા હતા. જુહુના એક ફૂટબોલ ગ્રાઉન્ડ તરફ આરોપીઓ ગયા હતા.જ્યાં તે જ દિવસે સાંજે લગભગ ગોળીબાર થયો હતો.
હોટલનો રૃમ અંકિત અને મનદીપ નૈન નામથી બુક કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જોકે આ બે આરોપીઓની ઓળખ કથિત રીતે શૂટર ફૂલ સિંહ અને રેહાન તરીકે થઈ હતી.
આરોપીઓ જે હોટલમાં રોકાયા હતા તે જુહૂમાં ફાયરિંગ થયું ત્યાથી લગભગ આઠ કિલોમીટર દૂર આવેલી છે.
પોલીસ આરોપીઓની હિલચાલ અને ગોળીબાર માટે ઉપયોગમાં લેવાયેલા શોને લઈ જવાની તપાસ કરી રહ્યા છે ત્યારે આ ફૂટેજ બહાર આવ્યું છે.હુમલામાં ઉપયોગમાં લેવાયેલા શો હજુ સુધી મળી આવ્યા નથી.આરોપીઓએ ગુનાના સંદર્ભમાં ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ ફોનનો નાશ કર્યો હતો. આ મોબાઇલ ફોનનો નિકાલ કેવી રીતે કરવામાં આવ્યો તે જાણવા અને ઘટનાઓનો ક્રમ નક્કી કરવામાં મદદ કરી શકે એવા પુરાવા મેળવવા માટે પોલીસે વધુ તપાસ આદરી છે.
પોલીસ કથિત શો સપ્લાય ચેન, ગોળીબાર પહેલા આરોપીઓની હિલચાલ અને હુમલા માટે કરવામાં આવેલી તૈયારીઓની તપાસ કરી રહી છે.
શંકાસ્પદો હુમલાના સ્થળે કેવી રીતે પહોંચ્યા તે જાણવા માટે પોલીસ ઘટનાઓના ક્રમનું વિશ્લેષણ કરી રહી છે.
મુંબઈ પોલીસે આરોપ લગાવ્યો છે કે આ હુમલો અનિલ પંડિતના ઈશારે કરવામાં આવ્યો હતો.જેની ઓળખ પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય તરીકે કરી છે. આ કેસની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-એક્સટોર્શન સેલ દ્વારા કરવામાં આવી રહી છે.
ટાઈગર પર ગોળીબાર પહેલાં શૂટર્સને એક લાખ એડવાન્સ અપાયા હતા
ટાઈગર શ્રોફની કાર પર ગોળીબારની ઘટનામાં મુંબઈ પોલીસની તપાસમાં વેગ આવ્યો છે. આ કેસમાં તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓને જુદાજુદા તબક્કામાં એક લાખ રૃપિયાનું એડવાન્સ પેમેન્ટ મોકલવામાં આવ્યું હતું. પોલીસ તપાસ કરી રહી છે કે આ રકમની વ્યવસ્થતા કોણે કરી , કોને પૈસા આપવામાં આવ્યા અને આ કાવતરામાં બીજું કોણ સામેલ છે.
આ કેસમાં તપાસનું કેન્દ્ર ફક્ત ગોળીબાર કરનાર શૂટર સુધી મર્યાદિત નથી. તેને કોણે હથિયારો પૂરા પાડયા, મુંબઈમાં તેના રહેવાની વ્યવસ્થા કોણે કરી અને હુમલા માટે પૈસા કોણે આપ્યા જેવા સવાલોનો જવાબ મેળવવા તપાસ ચાલી રહી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓને શૂટિંગના પ્લોટ માટે એક લાખ રૃપિયા અગાઉથી આપવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રકમ એકસાથે ચૂકવવામાં આવી ન હતી પરંતુ અનેક નાના હપ્તાઓમાં મોકલવામાં આવી હતી. આથી પોલીસ સંબંધિત નાણાકીય વ્યવહારો પર નજર રાખી રહી છે.
પૈસા કયા ખાતાઓ અથવા ચેનલો દ્વારા મોકલવામાં આવ્યા હતા, તેનો મૂળ ોત અને દરેક આરોપીને કેટલી રકમ મળી હતી તેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ નાણાકીય વ્યવહારોના આધારે શક્ય છે કે હુમલાનું કાવતરું કરનારા અને તેના માટે ભંડોળ પૂરું પાડનારા લોકોની માહિતી મળી શકે છે.




