તંત્રમંત્ર દ્વારા કેન્સરની સારવારના નામે ૬૯ લાખ પડાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પોસ્ટરો જોઈને મહિલા ઠગ તાંત્રિકની જાળમાં ફસાઈ ગઈ
તાંત્રિક ધાર્મિક વિધિઓના નામે પૈસા પડાવતો રહ્યો, રકમ નહીં ચૂકવે તો અગાઉની વિધિઓ બિનઅસરકારક થઈ જશે તેમ કહી ડરાવી
મુંબઇ - ચેમ્બુરમાં રહેતી ૬૦ વર્ષીય મહિલાની બહેનના કેન્સરનો ઇલાજ ધાર્મિક વિધિ દ્વારા કરવાના બહાને બે વ્યક્તિએ તેમની સાથે ૬૯ લાખ રૃપિયાની છેતરપિંડી કરી હતી. તિલકનગર પોલીસે તેમની સામે મહારાષ્ટ્ર માનવ બલિદાન નિવારણ અને નાબૂદી અધિનિયમ ૨૦૧૩ અને કાળા જાદુ અધિનિયમ ૩ સહિત ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની સંબંધિત જોગવાઇઓ હેઠળ કેસ નોંધી વધુ તપાસ શરૃ કરી છે.
એફઆઇઆર મુજબ, ફરિયાદી, જયંતિ ગોપાલકૃષ્ણન, ચેમ્બુરના તિલકનગરમાં એકલા રહે છે. થાણેમાં રહેતી તેમની ૫૧ વર્ષીય બહેન ફેફસાં અને લીવરના કેન્સરથી પીડાતી હોવાથી જ્યંતિ તેમની બહેનના સ્વાસ્થય વિશે ખૂબ જ ચિંતિત રહેતા હતા.
જૂન, ૨૦૨૫માં જાન્યુઆરી મહિનામાં તેમણે તિલકનગરમાં એક જ્યોતિષી આદિત્યનાથ ગુરુજીની સેવાઓનું જાહેરાત કરતા પોસ્ટરો જોયા હતા. તેઓ બીજા દિવસે પોસ્ટર પર આપેલા સરનામે ગયા હતા અને રાજશેખર શાસ્ત્રીને મળ્યા હતા. શાસ્ત્રીએ તેમને કહ્યું હતું કે તેમની બહેન પર કાળા જાદુની અસર થઈ છે. અને બીજા દિવસે શાસ્ત્રી તેમના ઘરે જયંતિના ઘરે પહોંચી ગયા હતા અને બન્નેએ ત્રણ દિવસ સુધી ધાર્મિક વિધિઓ કરી હોવાનું કહેવાય છે.
આ સમયે આરોપીએ તેમને કથિત રીતે કહ્યું હતું કે કામાખ્યા મંદિર અને વિશ્વનાથ મંદિરમાં અમૂક ધાર્મિક વિધિ કરવી પડશે તે પેટે તેમણે અને જૂનઅને ઓગસ્ટ ૨૦૨૫ વચ્ચે બેંક ટ્રાન્સફર અને રોકડ દ્વારા ૩૮ થી ૪૦ લાખ મેળવ્યા હતા.તેમણે ખાતરી આપી હતી કે તેમની કેન્સરગ્રસ્ત બહેન ડિસેમ્બર મહિના સુધી સ્વસ્થ થઇ જશે જ્યારે ફરિયાદીની બહેનના સ્વાસ્થ્યમાં કોઇ સુધારો ન થયો હોવા છતા માર્ચ ૨૦૨૬માં વધુ ૧૦ લાખ રૃપિયાની માગણી વધારાની ધાર્મિક ક્રિયાના નામે માંગી હતી. આ ઉપરાંત સોનાની પૂજા માટે બીજા ૨ થી ૩ લાખ અને વધુમાં ૧૦ ગ્રામ અને ૧૨ ગ્રામ વજનની બે સોનાની ચેન પણ મંગાવી હતી એ ધાર્મિક વિધિ બાદ પાછી આપવાનું વચન આપ્યું હતું.
ફરિયાદીની બહેનની તબિયત વધુ લથડી રહી હોવા છતા આરોપી સતત વધુ રકમની માગણી કરતો રહ્યા હતો અને ધમકી આપી હતી કે જો તેઓ પૈસા નહીં આપે તો પહેલાની વિધિઓ પણ બિન અસરકારક થઇ જશે ફરિયાદીને તેમની છેતરપિંડી થતી હોવાનું ધ્યાનમાં આવતા તેમણે તિલકનગર પોલીસ મથકનો સંપર્ક કરી ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ શરૃ કરી છે.




