Mumbai

ભંડારામાં કાર-ટ્રક અથડાતાં 4 મહિલા સહિત 5 જાનૈયાનાં મોત

By GS Team
25 Apr 20261 min read
ભંડારામાં  કાર-ટ્રક અથડાતાં 4 મહિલા સહિત 5 જાનૈયાનાં મોત

ચારને ગંભીર ઈજાઓઃ છત્તીસગઢના ટ્રક ડ્રાઈવરની ધરપકડ

મુંબઈ -       મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં લગ્નમાં મહેમાનોને લઈ જતી કાર સાથે સ્પીડમાં આવતા  ટ્રકની અથડામણ થતા ચાર મહિલાઓ સહિત પાંચ જાનૈયાઓના મોત થયા હતા. અકસ્માતમાં અન્ય ચારને ઇજા થઈ હતી, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.

      અધિકારીએ કહ્યું  કે ગુરુવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ પૌની તાલુકાના હાઇવે પર અદ્યાલ ગામમાં આ અકસ્માત થયો હતો.

    તેમણે જણાવ્યું હતું કે પીડિતો કોંઢામાં એક લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે વિરુદ્ધ દિશામાંથી પુરપાટ આવતા ટ્રક ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો તેમની કારને ટક્કર મારી હતી.

        આ અકસ્માતમાં એક દંપતી અને માતા-પુત્રી સહિત પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ચાર મુસાફરો ઘાયલ થયા હતા.

     પોલીસે છત્તીસગઢના ટ્રક ડ્રાઈવર દુર્ગેશ યાદવ (૪૦)ની ધરપકડ કરી છે અને તેની સામે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વેહિકલ એક્ટ  હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.