Mumbai

હલ્કી કક્ષાનાં કેક મિક્સ, ગુલાબજાંબુ-બાસુંદી મિક્સનો ૪૧૬૪ કિલો જથ્થો જપ્ત

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: FDAએ ભિવંડીમાં BJR સુપર ફુડ્સ પર દરોડો પાડી 15.87 લાખ રૂપિયાનો હલકી ગુણવત્તાનો ખાદ્ય જથ્થો જપ્ત કર્યો છે. 4,164.86 કિલો વજનના આ જથ્થામાં કેક મિક્સ, બેકિંગ પાઉડર, કોર્ન ફ્લોર, ગુલાબજામુન મિક્સ, મુખવાસ, કસ્ટર્ડ પાઉડર, બેકિંગ સોડા, ફૂડ ફ્લેવર્સ અને આમચૂર જેવી વસ્તુઓ સામેલ છે. લેબલિંગ નિયમોના ઉલ્લંઘન બદલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હલ્કી કક્ષાનાં કેક મિક્સ, ગુલાબજાંબુ-બાસુંદી મિક્સનો ૪૧૬૪ કિલો જથ્થો જપ્ત

ગોવંડીમાં બીજેઆર સુપર ફુડ્સ પર એફડીએનો દરોડો

મખવાસ, ક્સ્ટર્ડ પાવડર , બેકિંગ સોડા, ફૂડ ફલેવર્સ, આઈસક્રિમ મિક્સ, આમચૂર સહિતની હલ્કી કક્ષાની ચીજો પણ પકડાઈ

મુંબઈ  -  મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ ભિવંડીમાં આવેલી એક ફર્મ પર દરોડો પાડી ૪,૧૬૪.૮૬ કિલો જેટલી હલકી ગુણવત્તાવાળી વિવિધ કેક મિક્સ સહિતના બેકરી પ્રોડક્ટો અને અન્ય ખાદ્ય સામગ્રી જપ્ત કરી હતી. જપ્ત કરાયેલા જથ્થાની કુલ કિંમત રુ. ૧૫.૮૭ લાખ હોવાનું એફડીએ અધિકારીઓએ જણાવ્યું હતું.

વિગત  મુજબ, એફડીએની ટીમે ભિવંડી સ્થિત મેસર્સ બી.જે. આર સુપર ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના ખાતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોના લેબલિંગ સંબંધિત નિયમોના ગંભીર ઉલ્લંઘનો સામે આવ્યા હતા. સાથે જ ફર્મમાં સંગ્રહિત કેટલાક બેકરી પ્રોડક્ટો અને અન્ય ખાદ્ય પદાર્થો હલકી ગુણવત્તાના હોવાની શંકા એફડીએ અધિકારીઓને થઈ હતી.

એફડીએના  જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન કુલ ૪,૧૬૪.૮૬ કિલો વિવિધ બેકિંગ પ્રોડક્ટો અને અન્ય ખાદ્ય ઉત્પાદનોનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. તેમાં એગલેસ કેક મિક્સના વિવિધ પ્રોડક્ટો ઉપરાંત બેકિંગ પાઉડર, કોર્ન ફ્લોર, ગુલાબજામુન અને કેસર બાસુંદી ઇન્સ્ટન્ટ મિક્સનો સમાવેશ થયો હતો.

આ ઉપરાંત જપ્ત કરાયેલા અન્ય જથ્થામાં મુખવાસ, કસ્ટર્ડ પાઉડર, કેસર બદામ ડ્રિંક મિક્સ, બેકિંગ સોડા, ફૂડ ફ્લેવર્સ, ઓરેન્જ-રેડ ફૂડ કલર, આમચૂર પાઉડર, આઇસક્રીમ મિક્સ પાઉડર, બેલ્જિયન વેફલ્સ મિક્સ અને પ્રોપિલિન ગ્લાયકોલ સહિતની સામગ્રી પણ સામેલ હતી.

એફડીએના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી દરમિયાન મુખ્યત્વે ખાદ્ય પદાર્થોના લેબલિંગ નિયમોના ઉલ્લંઘન અને શંકાસ્પદ હલકી ગુણવત્તાના સ્ટોક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા તમામ ઉત્પાદનો અને સામગ્રી અંગે એફડીએ દ્વારા કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.