4000 કર્મચારીઓએ જ એર ઈન્ડિયામાં આચર્યું કૌભાંડ, પરિજનોના નામે ફ્રી ટિકિટો લઈ ઊંચા ભાવે વેચી મારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Air India Scam News : એર ઈન્ડિયાના આશરે ચાર હજાર કર્મચારીઓએ કંપનીની એમ્પલોયી લેઝર ટ્રાવેલ (ઈએલટી) પોલિસીનો ગેરલાભ લઈ પરિવારજનોને નામે ફ્રી ટિકિટ મેળવી ત્રાહિત લોકોને ઊંચા ભાવે વેચી દઈ કંપનીને આર્થિક નુકસાન પહોંચાડયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડ બહાર આવ્યા બાદ એર ઈન્ડિયાએ કસૂરવાર કર્મચારીઓ પાસેથી રિફંડ મેળવવાનું તથા તેમને જંગી દંડ ફટકારવાનું શરુ કર્યુું હોવાનું કહેવાય છે.
એરલાઈન દ્વારા હાથ ધરવામાં આવેલી વિગતવાર આંતરિક તપાસ બાદ આ ગેરરિતીઓ પ્રકાશમાં આવી હતી. આ તપાસમાં સ્ટાફના સભ્યો દ્વારા ઈએલટી સુવિધાના ઉપયોગમાં મોટા પાયે વિસંગતાઓ જોવા મળી હતી.
ઈએલટી પોલિસી હેઠળ એરલાઈનના કર્મચારીઓને દર વર્ષે મફત અથવા ભારે રાહત દરે ફલાઈટ ટિકિટ મેળવવાની સુવિધા આપવામાં આવે છે. જોકે, તેમાં પણ કેટલીક શરતો છે. આ ટિકિટો કર્મચારીઓના જીવનસાંથી, સંતાનો તથા માતાપિતા માટે જ હોય છે. એક જ વર્ષમાં અમુક મર્યાદામાં જ ટિકિટો મેળવી શકાય છે.
જોકે, કર્મચારીઓએ આ પોલિસીનો ગેરલાભ લઈ દૂર દૂર સુધી તેમના કોઈ સગાસંબંધી ના હોય તેવા લોકોને જ આ ફ્રી ટિકિટો વેચીને રોકડી કરી લીધી હતી. કેટલાય કર્મચારીઓએ તો બજારભાવ કરતાં વધારે પૈસા લઈને પણ ટિકિટો વેચી હતી. આ ગેરરીતિઓ મુખ્યત્વે ગયા નાણાકીય વર્ષ દરમિયાન થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આમાં ચાર હજારથી વધુ કર્મચારીઓએ ઈએલટી નીતિનો દુરુપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. કર્મચારીઓએ તો આ કૌભાંડ આચર્યું પરંતુ એર ઈન્ડિયામાં મેનેજમેન્ટની બાબતે પણ અનેક સ્તરે છીંડા હોવાનું બહાર આવ્યું છે. હવે આ કૌભાંડ બહાર આવતાં કંપનીએ સમગ્ર પોલિસી વધારે કડક બનાવી દીધી છે. કર્મચારીઓને પોતાના દ્વારા નોંધાયેલા પરિવારના સભ્યો સાથેનો સંબંધ સાબિત કરતા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
નોંધનીય છે કે, ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયાને જાન્યુઆરી 2022માં ટાટા ગુ્રપ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. એર ઈન્ડિયામાં હાલ 24 હજારથી વધુ કર્મચારીઓ કાર્યરત છે અને નાણાંકીય વર્ષમાં સ્ટાફ માટે કુલ ૧૪ પેસેજ અથવા રિટર્ન એર ટિકિટ પૂરી પાડવામાં આવે છે. આમાં કનેક્ટિંગ ફલાઈટ દ્વારા









