Mumbai

નાસિકના સિંહસ્થ કુંભમેળા માટે 2500 સીસીટીવી કેમેરા

By GS TEAM
3 Oct 20251 min read
નાસિકના સિંહસ્થ કુંભમેળા માટે 2500 સીસીટીવી કેમેરા

ગુગલની મદદથી ભીડનું નિયમન

મહાપાલિકા કુંભમેળા માટે ખાસ સોફટવેર વિકસાવશે

મુંબઈ -  પ્રયાગરાજમાં કુંભમેળા વખતે થયેલી દુર્ઘટનાનું પુનરાવર્તન ટાળવા માટે નાસિકમાં યોજાનારા સિંહસ્થ કુંભમેળામાં ભારે ભીડ પર નજર રાખવા માટે સરકાર તરફથી અઢી હજાર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે.

ઉપરાંત ગુગલની મદદથી મોબાઈલ લોકેશન પર ભીડનું નિયમન કરવામાં આવશે.

અત્યાધુનક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વ્યવસ્થા જાળવવા માટેની તૈયારી નાસિક મહાનગરપાલિકાએ શરૃ કરી દીધી છે. કુંભમેળાના સ્થળ ેટ્રાફિક વ્યવસ્થા માટે ગુગલની મદદ લેવામાં આવશે. દેશ-વિદેશથી કુંભસ્નાન માટે આવનારા ભક્તોને ગુગલ મેપના માધ્યમથી મુખ્ય રસ્તાની અને પર્યાપ્ત માર્ગોની અપટુડેટ માહિતી આપવામાં આવશે. મહાપાલિકા તરફથી કુંભમેળાના વ્યવસ્થાપન માટે સ્પેશ્યલ સોફટવેર વિકસાવવાની કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.

કુંભમેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટવાના છે. એટલે વાહન-વ્યવહારની વ્યવસ્થા અને ભીડનું નિયમન કરવાના મોટા પડકારોનો પ્રશાસને સામનો કરવો પડશે. એટલે અત્યારથી પૂરજોશમાં તૈયારી શરૃ કરવામાં આવી છે.